ગરબા તો લોહીમાં જ હોય! નાના એવા ભૂલકાઓએ એવો મણિયારો રાસ રમ્યો કે, તમે એકી ટસે જોતા જ રહી જશો, જુઓ આ ખાસ વિડીયો….
ગુજરાતીઓને ગરબા શીખવા ન પડે કારણ કે ગરબા તો એના રોમમાં રોમમાં હોય છે, એ વાત અલગ છે કે આજના સમયમાં દરેક ગુજરાતીઓ નવા નવા સ્ટેપ શીખી રહ્યા હોય છે પરંતુ આપણા પરંપરાગત ગરબા એ શીખવાની જરૂર જ ન પડે કારણ કે તે તો લોહીમાં જ હોય છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે નાના છોકરાઓ એ મણિયારો રાસ રમીને સૌ કોઈને ચોંકાવી દીધા.
આ નાની ઉંમરે મણિયારો રાસ રમવો એ ખૂબ જ કઠિન કહેવાય કારણ કે મણીયારો રાસ એ ખૂબ જ લોકપ્રિય છે અને આ રાસને જોવા સૌ કોઈ લોકો આતુર હોય છે, હાલમાં સોશિયલ મીડિયા પર આ વીડિયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. નાના એવા બાળકો જે રીતે રાસ રમી રહ્યા છે એ જોઈને સૌ કોઈ લોકોનું મન તેમના પર મોહી જાય એ સ્વાભાવિક વાત છે.
આ વીડિયો દરેક માતા પિતાઓ માટે પણ પ્રેરણા સમાન છે કે, તમારા બાળકોને આપણા ગરબાથી અને રાસથી પણ માહિતગાર કરવા જોઇએ. આ વીડિયોમાં લખ્યું છે કે આના કોઈ રાસ ન હોય પરંતુ એક વાત એ પણ છે કે શીખવાની કોઈ ઉંમર નથી હોતી. વ્યક્તિ ધારે તે કરી શકે છે. જીવનમાં દરેક વ્યક્તિ એ સમયની સાથે દરેક વસ્તુ શીખી લેવી જોઈએ.
View this post on Instagram
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત નો આવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.