India

ગૌતમ અદાણી મુકેશ અંબાણી ને પછાડી ને બન્યા કિંગ ! શેયર બજાર ખુલતા જ મુકેશ અંબાણી…

Spread the love

ભારત ના સૌથી ધનિક વ્યક્તિ એવા મુકેશ અંબાણી ને બુધવારે શેયર બજાર ખુલતા ની સાથે જ એક મોટો ઝટકો લાગ્યો છે.બુધવારે શેયર બજાર ખુલતા ની સાથે જ મુકેશ અંબાણી ને નુકશાન થવા પામ્યું છે. મુકેશ અંબાણી ની નેટવર્થ ને 2.5 અરબ ડોલર નું નુકશાન થયું છે. આ પરિસ્થિતિ સર્જાતા જ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી ની આવક વચ્ચે 2.2 અરબ ડોલર જેટલો તફાવત સર્જાયો છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ના ચેરમેન મુકેશ અંબાણી હવે એશિયા ના સુધી પૈસાદાર વ્યક્તિ રહ્યા નથી. ગૌતમ અદાણી એ તેને ફરી બીજા નંબર પર ધકેલી મુક્યા છે. છતાં પણ ભારત ના આ ઉદ્યોગ પતિ દુનિયા ના ટોપ-10 માં સમાવેશ પામે છે. તાજેતર માં ફોબ્સ રિયલ ટાઈમ બીલેનીયર ના લિસ્ટ માં મુકેશ અંબાણી સાતમા નંબર ઉપર અને ગૌતમ અદાણી છઠા નંબર પર જોવા મળે છે.

 

હવે બન્ને વચ્ચે માત્ર 0.4 અરબ ડોલર નો જ તફાવત છે. બુધવારે શેયર બજાર ખુલતા ની સાથે જ મુકેશ અંબાણી ને 2.5 અરબ ડોલર નું નુકશાન થયું છે. બુધવારે સવારે 9 વાગ્યા ને 45 મિનિટ પર શેયર બજાર ખુલતા ની સાથે જ મુકેશ અંબાણી સાતમા નંબર પર આવી ગયા હતા. મુકેશ અંબાણી ની કુલ સમ્પતિ ઘટી ને 96.1 અરબ ડોલર ની થવા પામી છે.

જયારે ગૌતમ અદાણી ની સમ્પતિ 1.97 અરબ ડોલર ના નફા સાથે 98.3 અરબ ડોલર ની સમ્પતિ થવા પામી છે. આમ મુકેશ અંબાણી ને પછાડી ને ગૌતમ અદાણી હવે આગળ નીકળતા શેયર બજાર માં ભારે હલચલ થવા પામી છે. હવે આગળ ના દિવસો માં જોવાનું રહ્યું કે, માર્કેટ માં શું હલચલ જોવા મળે છે. કારણ કે, બન્ને વચ્ચે મામૂલી તફાવત જોવા મળે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *