ગાયનું દૂધ પીવું જોઈએ કે ભેંસનું દૂધ પીવું જોઈએ ? જાણો ક્યુ દૂધ આપે છે શરીરને સૌથી વધારે ફાયદો…..
દૂધ પીવું સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક સાબિત થઇ શકે છે તે આપણે સૌ કોઈ જાણીએ જ છીએ. તમને ખબર જ હશે કે નાના બાળકોથી લઈને મોટા અમોટા વડીલ વ્યક્તિઓને દૂધ પીવા માટે આપવામાં આવે છે કારણ કે તે પીવાથી તેની અંદર પ્રોટીન તથા એનર્જી ભરેલા અનેક ગુણોનું સિંચન થતું હોય છે. એવામાં આજના આ લેખના માધ્યમથી અમે તમને એક એવી મહત્વની માહિતી વિશે જણાવાના છીએ જેના વિશે તમે અજાણ જ હશો.
હાલ ગાય, ભેંસ તથા બકરીના દૂધ મળી રહયા છે, એવામાં અનેક લોકોના મનોમાં એવો સવાલ હોય છે કે તેઓ ગાયનું દૂધ પીવે કે ભેંસનું દૂધ. એવામાં આ તમામ સવાલોનો જવાબ લઈને આજે અમે આવી ગયા છીએ તો ચાલો તમને આ અંગે માહિતગાર કરીએ.વિદેશમાં જો વાત કરવામાં આવે તો ત્યાં સૌથી વધારે બદામ દૂધનું સેવન કરવામાં આવતું હોય છે કારણ કે આવા દૂધની અંદર પ્રોટીનની માત્રા ખુબ વધારે પ્રમાણમાં હોય છે, એવામાં તમે જોયું પણ હશે કે અમુક કંપનીઓ દૂધને સ્વાદિષ્ટ બનાવા માટે અનેક અખતરાઓ કરતા હોય છે.
જે લોકો પોતાનો વજન ઘટાડવા માંગતા હોય છે તેવા તમામ લોકો માટે બદામ દૂધ બેસ્ટ સાબિત થઇ શકે છે. હવે ગાયના દૂધની વા તકરવામાં આવે તો આ દૂધની અંદર પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન, મિનરલ્સ અને કાર્બોહાઇડ્રેટ મહત્વના પ્રમાણમાં હોય છે અને ભારત તો એક કૃષિ પ્રધાન દેશ છે આથી આપણા દેશમાં અનેક એવા પરિવાર છે જે પશુપાલન દ્વારા પોતાનું ઘર ચલાવતા હોય છે આથી ગાયનું દૂધ આસાનીથી મળી પણ રહે છે. ગાયના દૂધમાં કેલ્શ્યમનું પ્રમાણ પણ ખુબ વધારે હોય છે આથી જ આ દૂધને બાળકોથી લઈને મોટી ઉંમરના તમામ લોકો માટે ખુબ ઉપયોગી માનવામાં આવે છે.
હવે ભેંસના દૂધ વિશે વાત કરવામાં આવે તો ગાયની સરખામણીમાં ભેંસનું દૂધ ખુબ જાડું હોય છે અને આ દૂધની અંદર ફૈટ પણ ખુબ વધારે પ્રમાણમાં હોય છે. તમને જાણતા નવાય લાગશે કે ગાયના દૂધની અંદર ફેટનું પ્રમાણ 3થી4 પ્રતિશત હોય છે પણ ભેંસના દૂધની અંદર 7થી8 પ્રતિશત ફેટનું પ્રમાણ હોય છે આથી ભેંસનું દૂધ પચતા પણ સમય લાગે છે પરંતુ ગાયના દૂધ કરતા 10થી11 ટકા પ્રોટીન ભેંસના દૂધ માંથી મળી રહે છે આથી જ આ દૂધને મોટી ઉંમરના વ્યક્તિઓ તથા નવજાત બાળકોને પીવડાવામાં આવે છે.