ગેસથી સાવધાન ! વડોદરા ના એક ઘરમાં બાટલો ફટતા ઘરમાં હાજર નાના બાળક સહિત ચાર લોકોને…
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે ખોરાક આપણા જીવન માટે ઘણો જરૂરી છે આપણું શરીર ખોરાકમાંથી જ પોશક તત્વો મેળવે છે જોકે પહેલા લોકો સગડી અને ચૂલામા રસોઈ બનાવતા હતા. પરંતુ ધીરે ધીરે તેનું સ્થાન મોર્ડન ચૂલાએ લઇ લીધું છે.
એટલે કે હવે લોકો રસોઈ બનાવવા માટે ગેસ નો ઉપયોગ કરે છે. આ ગેશ રસોઈ બનાવવામાં જેટલી સરળતા આપે છે તે એટલો જ ખાતરનાક પણ છે. જો ગેસનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં ન આવે તો તેના કારણે લોકોનો જીવ પણ જઈ શકે છે. હાલમાં ગેસનૂ આવું જ ભયાનક સ્વરૂપ જોવા મળ્યું છે. કે જ્યાં એક ઘરમાં ગેસ નો બાટલો ફટતા ઘરમાં હાજર ચાર લોકોને ગંભીર ઈજા પહોંચી છે.
મળતી માહિતી અનુસાર ગેસ સિલિન્ડર બ્લાસ્ટ ની આ ઘટના વડોદરા શહેરના ગાજરાવાડી ગોમતીપુરમાં રહેતા વિકીભાઈ પટેલના ઘરે સર્જાઈ છે અહીં ગેસ લીકેજ ના કારણે સવારના સમયે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. આ ઘટના બાદ ઘરમાં આગ લાગી જેણે જોત જોતામા વિકારળ રૂપ લીધું અને આખા ઘરને પોતાની ઝપેટમાં લીધું અને ઘરની વસ્તુઓ ને બળીને ભસ્મિભૂત કરી નાખી.
આ બ્લાસ્ટ ના કારણે સવારના સમયે ઘરમાં હાજર વિકી ભાઈ અને જ્યોતિબેન પટેલ તથા તેમનો પુત્ર વૃતાંશ પટેલ અને તેમના ઘરે લગ્નની કંકોત્રી આપવા આવેલા ભારતીબેન રમેશભાઈ લીમ્બાચીયા ગંભીર રીતે દાઝી ગયા હતા. આ તમામને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ઘટના અંગે જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવ્યો.