Categories
India

લ્યો બોલો!!! પાકિસ્તાનથી આવેલ સીમા હૈદરને મળશે બૉલીવુડની ફિલ્મમાં રોલ? એવી ખબર સામે આવી કે તમે ચોકી જશો… શું છે પુરી હકીકત જાણો…

Spread the love

પ્રેમ ને વશ થઈને પાકિતાન થી બોર્ડર ક્રોસ કરીને ભારત આવેલ સીમા હૈદર સોશિયલ મીડિયા પર સતત છવાયેલી નજર આવે છે.સચિન અને સીમા ની પ્રેમ કહાની ને આજના સમયમાં દરેક લોકો જાણે જ છે. પરંતુ આ વચ્ચે જ આ કહાની માં જાસૂસ હોવાની ખબરો પણ સામે આવવા લાગી છે. જેના પછી તપાસ એજન્સી અવાર નવાર પૂછપરછ કરતી રહે છે. હવે ખબરો આવી રહી છે કે સીમા હૈદર બોલિવુડમાં નજર આવી શકે છે.

મીડિયા રિપોર્ટ અનુસાર સીમા હૈદર અને સચિન ની પ્રેમ કહાની  ને અમિત જાની પડદા પર દેખાડવા માંગે છે. આના માટે અમિત જાની એ પોતાના પ્રોડકશન હાઉસ ‘ જાની ફાયર ફોકસ ‘ ની હેઠળ ફિલ્મ માં એક્ટિંગ કરવાનું ઓફર સીમા હૈદર ને આપ્યું છે. અમિત જાની એ એક વિડિયોમાં કહ્યું કે તે સીમા હૈદર ના ભારત માં એન્ટ્રી કર્યાની રીતથી સહમત નથી પરંતુ જે રીતે તેમણે આર્થિક તંગી નો સામનો કરવો પડી રહ્યો છે .

તેને જોતાં આપના ભારતીય હોવાના લીધે ફરજ બને છે કે તેમની મદદ કરવામાં આવે. અમે એ નિર્ણય લીધો છે કે તે પોતાના બેનર હેઠળ બની રહેલ ફિલ્મ માં અભિનય કરી શકે છે. આના બદલે અમે તેને તેનું મહેનતાણું પણ આપશુ. જેનાથી તેમની મદદ થઈ શકશે. અમિત જાની નો આ વિડીયો સોશિયલ મીડિયા પર બહુ જ દિવસો થી વાઇરલ થઈ રહ્યો છે.

અમિત જાની હાલમાં તો ઉતરપ્રદેશ નવ નિર્માણ સેના ના અધ્યક્ષ છે તેમણે હાલમાં જ પોતાનું પ્રોડકશન હાઉસ ‘ જાની ફાયર ફોકસ ‘ બનાવ્યું છે. જાણકારી મળ્યા અનુસાર તેઓ ઉદયપુર માં ટેલર કનૈયાલાલ મર્ડર કેસ પર પણ ફિલ્મ બનાવી રહ્યા છે. જેનું નામ અ ટેલર મર્ડર સ્ટોરી છે. બતાવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ નવેમ્બર માં રિલિજ થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *