મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં લગ્નનો સમયગાળો ચાલી રહ્યો છે તેવામાં લોકો લગ્નને લઈને ઘણા ખુશ નજરે પડે છે. હાલમાં આપણે પણ આપણી આસ પાસ ઘણા લગ્ન પ્રસંગ જોઈએ છિએ. કે જયા પતિ પત્ની પોતાના જીવન સાથી સાત જન્મો સાથે રહેવાના વચન આપે છે.
પરંતુ ઘણી વખત એવા બનાવો બને છે કે જ્યાં પતિ પત્ની નું વચન અધૂરું રહી જાય છે. અને પતિ અથવા પત્ની એક બીજાને અધવચ્ચેથી જ છોડી ને ચાલ્યા જાય છે. પરંતુ આવો કરુણ બનાવ લગ્ન બાદ કે જ્યાં પતિ પત્નીએ પોતાના નવા જીવનની શરૂઆત કર્યો હોઈ તે બાદ જ બને તો ? પરિવાર માં જ્યાં લોકો હજી લગ્નની ખુશીઓ માં જ હોઈ તેવામાં એકા એકા શોક છવાઇ જાય છે.
હાલમાં આવો જ એક દુઃખદ બનાવ સામે આવ્યો છે કે જ્યાં લગ્નના સ્ટેજ પર જ કન્યા નું મોત થતા સૌ કોઈને શોક લાગ્યો પરંતુ આવા દુઃખદ સમયે પણ માતા પિતાએ જે નિર્ણય લીધો તેના કારણે સમાજ ને નવી દિશા મળી છે. જણાવી દઈએ કે આ બનાવ કર્ણાટક ના કોલાર શહેરનો છે.
અહીં 26 વર્ષની ચૈત્રાના લગ્ન બાદ રિસેપ્શન હતું જેને લઈને દરેક વ્યક્તિ માં ખુશીઓનો માહોલ હતો. પરંતુ જાણે તેમની આ ખુશીઓ ને કોઈની નજર લાગી હોઈ તેમ જ્યારે ચૈત્રા તૈયાર થઈને સ્ટેજ પર પહોંચી કે અચાનક જ તે બેહોશ થઈ ગઈ. જે બાદ સારવાર માટે તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા કે જ્યાં ડોક્ટરોએ તેને બ્રેઈન ડેડ જાહેર કર્યો હતો.
જો કે પુત્રીના લગ્નને લઈને માતા પિતા ઘણા દુઃખી થઈ જાય છે પરંતુ આવા કપરા સમયે પણ માતા પિતાએ દુઃખી થવાને બદલે સમાજ ને નવી દિશા આપવાનું કામ કર્યું અને પોતાની બ્રેઈન ડેડ પુત્રી નું અંગ દાન કરવાનું નક્કી કર્યું તેમના નિર્ણયની કર્ણાટકના સ્વાસ્થ્ય મંત્રી કે. સુધાકરે પણ પ્રશંસા કરી.