મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે છેલ્લા ઘણા સમયથી એક પછી એક આઘાત જનક બનાવો સામે આવી રહ્યા છે કે જેના કારણે આખો સમાજ હચ મચી ગયો છે. આપણે સૌ જાણીએ છિએ કે પ્રેમએ એક આત્મીય સંબંધ છે પરંતુ હાલમાં લોકો પ્રેમના સાચા અર્થને સમજી શક્તા નથી અને પોતાના ખોટા પ્રેમના નામે એવા કર્યો કરી બેસે છે જેના કારણે આખી માનવ જાત લજ્જાઇ જાય.
આપણે સૌ જાણીએ છિએ કે થોડા સમય પહેલા જ સૂરત માં જે બનાવ બન્યો તેના કારણે સૌ કોઈ ઘણા દુઃખી થયા લોકો માં ફેનિલ જેવા લોકો પ્રત્યે ઘણો ગુસ્સો છે. આપણે સૌ જાણીએ છિએ કે એક વર્ષથી એક તરફી પ્રેમ માં પાગલ યુવક ફેનિલે જાહેરમાં પરિવાર ની સામે જ ગ્રીષ્મા નામની યુવતી ની હત્યા કરી નાખી હતી હજુ તો લોકો ગ્રીષ્મા ની હત્યા ના શોક્મા હતા તેવામાં ફરી એક વખત ગ્રીષ્મા ની હત્યા જેવો બનાવ સામે આવ્યો છે.
મિત્રો ફરી એક વખત એક તરફી પ્રેમિએ યુવતી ને જાહેરમાં ગળું કાપીને હત્યા કરી છે. આ દુઃખદ બનાવ ઉતર પ્રદેશ નો છે અહીંના બાગપત માં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતી નું બજારમાં લોકો ની વચ્ચે ગળું કાપ્યું છે અને અહીં પણ લોકો યુવતિ ની હત્યા નો તમાસો જોતાં રહ્યા. યુવતિ દ્વારા મદદ માટે ઘણી અપીલ કરવા છતાં પણ આસ પાસ ના કોઈ પણ લોકો મદદ માટે આવ્યા નહીં.
જો વાત આ યુવક યુવતી અંગે કરીએ તો હત્યારા યુવક નું નામ રિંકુ છે જ્યારે મૃત્યુ પામનાર માસૂમ યુવતિ નું નામ દીપા છે. જણાવી દઈએ કે છેલ્લા આઠ વર્ષથી રિંકુ દીપા ના એક તરફી પ્રેમમાં પાગલ હતો. અને તેની સાથે લગ્ન કરવા માંગતો હતો. જો વાત દીપા અંગે કરીએ તો મળતી માહિતી અનુસાર દીપા ની ઉંમર 20 વર્ષ છે અને તે બિએ માં અભ્યાસ કરતી હતી.
જણાવી દઈએ કે રિંકુએ ઘણી વખત દીપા ને લગ્ન કરવા કહ્યું હતું અને બે દિવસ પહેલા દીપા ના ઘરે લગ્ન પ્રસ્તાવ પણ મોકલ્યો હતો પરંતુ દીપા ના પરિવારે આ પ્રસ્તાવ માન્યો નહીં કેના કારણે રિંકુ ગુસ્સે ભરાયો અને એક દિવસ જયારે દીપા બજાર માં ગઈ ત્યારે રિંકુએ તેને બજાર માં ઉભી રાખી.
પહેલા બંને વચ્ચે લગ્નને લઇને ઝઘડો થ્યો તેવામાં ગુસ્સે ભરાયેલા રિંકુએ પોતાની પાસે રહેલ છરો કાઢી ને દીપા નું ગળું કાપી નાખ્યું આ સમયે બજાર માં અનેક લોકો હતા પરંતુ કોઈ પણ દીપાની મદદ કરવા આવ્યું નહીં. જે બાદ રિંકુ દારૂપી ને છરા સાથે પોલીસ સ્ટેશન જઈ ને પોતાના ગુનાહ ની કબૂલાત કરી જે બાદ પોલીસે આરોપિને પક્ડી ને હાલમાં આગલ ની કાર્યવાહી હાથ ધરી છે.