લોકપ્રિય સિંગર ગીતાબેન રબારી અયોધ્યા બાદ આ દેશના પ્રવાસે જઈ રહ્યા છે, સોશિયલ મીડિયામાં શેર કરી આ ખાસ તસવીરો
ગુજરાતના લોકપ્રિય ગાયિકા ગીતાબેન રબારી અયોધ્યાની યાત્રા બાદ પેરિસના પ્રવાસે જઈ રહ્યા છે. ગીતાબેનના ઓફિશિયલ એકાઉન્ટ પરથી જાણવા મળ્યું છે કે, પેરિસ ખાતે ભવ્ય ગરબાનું આયોજન થઇ રહ્યું છે, જેમાં ગીતાબેન રબારી પોતાની ટિમ સાથે સૌ કોઈને ગુજરાતી ગરબાના સુરે ઝુમાવશે. આ કાર્યક્રમ અંગે વિગતવાર માહિતી જાણીએ.
સૌથી ખાસ વાત એ છે કે, પેરિસમાં રહેતા ભારતીય સમુદાય અને ખાસ કરીને ગુજરાતીઓ માટે સારા સમાચાર છે! ભારતીય દૂતાવાસ, પેરિસ દ્વારા ” એક શામ ગરબા કે નામ ” નામના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. યુનેસ્કો દ્વારા માનવતાના અમૂર્ત વારસા તરીકે માન્યતા પ્રાપ્ત ગુજરાતના લોકપ્રિય નૃત્ય ગરબાની યાદમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ માત્ર ગરબાના સન્માનમાં જ નહીં પણ પેરિસમાં ભારતીય સંસ્કૃતિની ઉજવણી કરવાની પણ એક શ્રેષ્ઠ તક છે!
કાર્યક્રમની ખાસ વાત એ છે કે તેમાં ગુજરાતના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી અને શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલ્લ પાનશેરિયાની ઉપસ્થિતિ રહેશે. તેમજ ગરબા ક્વીન ગીતાબેન રબારી અને તેમની ટીમ તેમના અદભૂત પરફોર્મન્સથી સાંજે આકર્ષણ જમાવશે. દરૅક ગુજરાતીઓ આ ભવ્ય ગરબામાં ભાગ લઇને સાંસ્કૃતિક અને પરંપરાનું ગૌરવ વધારશે.
સૌથી ખાસ વાત એ છે કે આ કાર્યક્રમમાં આયોજકો વતી આપને પરંપરાગત પોશાક પહેરીને આ કાર્યક્રમમાં પધારવા નમ્ર વિનંતી કરવામાં આવી છે. ગરબા અને દાંડિયાની ધૂન પર નૃત્ય કરીને પેરિસમાં ભારતની સુગંધ ફેલાવવાની આ એક શ્રેષ્ઠ તક છે! સૌથી ખાસ વાત એ છે કે ગીતાબેન રબારી હાલમાં જ પેરિસ જવાની ખુશ ખબર પોતાના ચાહકોને અપાતા સૌ કોઈ આ તસવીરોને ખુબ જ પસંદ કરી રહ્યા છે.