મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે સોનુ અને ચાંદી ઘણી મૂલ્યવાન ઘાતુઓ છે. જેના કારણે લોકો સતત તેમની ખરીદી કરવા અને તેમાં પોતાના નાણાં રોકવાની ઈચ્છા રાખતા હોઈ છે. કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે આ બંને ધાતુઓ ના ભાવો માં સતત વધારો નોંધાતો રહે છે. જેના કારણે લોકો પોતાના નાણાં આ ધાતુઓમાં રોકવા ઇચ્છતા હોઈ છે. આ ઉપરાંત હાલના સમય માં સોનુ અમીરીનું પણ પ્રતીક બની ગયું છે જેના કારણે લોકો દ્વારા સતત સોનાની માંગ કરવામાં આવે છે.
આપણે સૌ જાણીએ છીએ કે હાલ લગ્નનો સમયગાળો ચાલી રહ્યો છે. તેવામાં લોકો દ્વારા સોનાની ખરીદીનો આગ્રહ રાખવામાં આવે છે. આ ઉપરાંત જ્યાં દેશમાં કોરોનની ત્રીજી લહેર આવશે તેવી આશંકા વ્યક્ત થઇ રહી છે. તેવામાં હવે સૌ કોઈ પોતાના નાણાં યોગ્ય જગ્યાએ રોકીને તેમાંથી યોગ્ય વળતર મેળવવા માંગે છે. પરંતુ આ માટે હાલમાં લોકો સોના અને ચાંદી ને જ સૌથી ઉપયોગી વિકલ્પ મને છે.
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે સોનુ અને ચાંદી ઘણી મૂલ્યવાન છે જેના કારણે લોકો દ્વારા તેને ખરીદવાની ઈચ્છા રાખવામાં આવે છે. પરંતુ સોનાની વર્તમાન કિંમતો અને કયારે સોનાના ભાવો ઘટશે ઉપરાંત સોનામાં ક્યારે રોકાણ કરવું હિતાવહ છે. અને સોનામાં રોકાણ કરવાથી શું યોગ્ય વળતર મળશે તેવા અનેક પ્રશ્નો વ્યક્તિના મનમાં હોઈ છે. તો ચાલો આપણે આ અહેવાલ દ્વારા સોનાના ભાવો અંગેની ભવિસ્યની સ્થિતિ અંગે માહિતી મેળવીએ.
મિત્રો હાલમાં સોનાના ભાવની સ્થિતિ ને જોઈને નિષ્ણતો દ્વારા એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે ભવિષ્યમાં સોનાની કિંમત 52000 રૂપિયા કરતા પણ વધી શકે છે. આ બાબત અંગે માહિતી આપતા મોતીલાલ ઓસવાલ ફાઇનાન્શિયેલ સર્વિસ ના વાઇસ પ્રેસિડન્ટ નવનીત દમાની જણાવે છે કે, હાલમાં સોનાની માંગ ને જોતા જણાય છે કે આવતા સમયમાં સોનાની માંગમાં વધારો થવાની સંભવના છે. જેના કારણે સોનુ ભવિષ્યમાં પોતાની ચમક વધારશે.
આ કારણે વિશ્વ બજાર માં સોનાની કિંમત 2000 ડોલર પ્રતિ ઓશ પહોંચી શકે છે. મિત્રો જણાવી દઈએ કે એક ઓશ નું વજન 28.34 ગ્રામ હોઈ છે. આ કારણે જો વાત 10 ગ્રામ અંગે કરીએ તો ભારતીય રૂપિયા પ્રમાણે આ 10 ગ્રામ નો ભાવ 52500 રૂપિયા સુધી પહોંચી શકે છે. મિત્રો જો વાત પાછલા વર્ષની કરીએ તો જણાવી દઈએ કે વર્ષ 2021 માં એક ઓશ નો ભાવ 1806 ડોલર હતો. જો વાત વર્તમાનમાં સોનાના ભાવો અંગે કરીએ તો જણાવી દઈએ કે હાલમાં સોનાની કિંમત 10 ગ્રામ માટે 48535રૂપિયા આસપાસ છે.