ગોંડલ મા વૃધ્ધ ને કાળ આંબી ગયો ! બેફામ કાર ચાલકે અડફેટે લેતા ચાર સેકન્ડ મા વૃધ્ધ નો જીવ વયો ગયો , જુવો વિડીઓ.
ગુજરાત મા અવારનવાર હિટ એન્ડ રન ની ઘટના બનતી હોય છે. જેમાં એક-બે વ્યક્તિઓ એ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવે છે અને નીર્દોષ વ્યક્તિઓ આનો ભોગ બનતા હોય છે. કોઈ વાર ફૂટપાથ પર સુતેલા વ્યક્તિઓ પર ફૂલ સ્પીડે આવીને કારો ચડાવી દે તો કોઈક વાર રસ્તા પર ચાલતા નિર્દોષ વ્યક્તિઓ પર ફુલસ્પીડે આવીને ટક્કર મારી દે છે.
એવી જ એક ઘટના ગોંડલ શહેર ની સામે આવી છે. જેમાં એક કાર બેફામ રીતે આવીને બે ગાડીઓ ને અડફેટે લય લે છે. વિક્રમસિંહજી કોમ્પ્લેક્સ ના રોડ પર આ ઘટના સર્જાય હતી જેમા એક પુરઝડપે આવી રહેલી કારે માત્ર 4 જ સેકન્ડ મા એક બાઇક અને એક એક્ટિવા ચાલક ને અડફેટે લય લે છે. આ સમગ્ર ઘટના વિક્રમસિંહજી કોમ્પ્લેક્સ ના રોડ પર આવેલા સિસિટીવી કેમેરા મા કેદ થઈ જાય છે.
સિસિટીવી કેમેરા ના સીસીઇટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં એક એવેન્ડર કાર ખુબ જ ઝડપે આવેલી જોવા મળે છે જેમાં એક બાઈક અને એક એક્ટિવા ચાલાક ને અડફેટે લઈને તે કાર એક દુકાન મા ઘુસી જાય છે અને દુકાન પાસે ઉભેલા 70 વર્ષ ના એક વૃદ્ધ ને અડફેટે લય લે છે. વૃદ્ધ નું નામ ઇકબાલભાઇ ઇસ્માઇલભાઈ હોવાનું જાણવા મળ્યું છે જેનું કાર અડફેટે ત્યાં ને ત્યાં જ મૃત્યુ થય જાય છે.
આ બનાવ ને લય ને સમગ્ર ઘટના ની તાપસ માટે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જાય છે. કાર ચાલાક આ બનાવ પછી કાર મૂકીને ફરાર થઈ ગયો હતો. મૃત્ય પામનાર વૃદ્ધ નો મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને કાર ચાલક ને પકડવા ની તજવીજ હાથ ધરી હતી. . જુઓ વિડીયો.