Gujarat

ગ્રીષ્માં ના પિતાને પુત્રીના મોતની માહિતી મળતા એવો આઘાત લાગ્યો કે ભાનજ ભૂલી ગયા અને માતા નો પણ હાલ…

Spread the love

મિત્રો આપણે છેલ્લા થોડા સમયગાળા એક પછી એક ઘણા મર્ડર ના બનાવો જોયા જેમાં લોકો કોઈ પણ જાતના ડર સિવાય જાહેરમાં હથિયાર લઈને નીકળે છે અને કઈ પણ વિચાર્યા સિવાય લોકોનો જીવ લેતા પણ ખચકાતા નથી પહેલા ધંધુકામાં કિશન ભરવાડની હત્યા અને તે બાદ સુરતમાં બનેલ ગ્રીષ્માની હત્યા ખરે ખાર સમાજ માટે ખતરાની ઘંટી સમાન છે કે હવે સમાજમાં ગુંડા પ્રકરની અને નિર્દયી માનસ વૃત્તિ ફેલાઈ રહી છે. લોકો માં જીવ દયા જેવી ભાવના જ જાણે નથી રહી તેમ લોકો હત્યાના બનાવો ને અંજામ આપે છે.

આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા એક વર્ષથી એક તરફી પ્રેમમાં પાગલ ફેનિલ નામનો યુવક ગ્રીષ્માં નામની યુવતીને હેરાન કરી રહ્યો હતો. તેવામાં એક દિવસ ફેનિલ ગ્રીષ્માંના ઘરે જઈને જાહેરમાં પરિવાર સામે જ ગ્રીષ્માં નું ગળું કાપીને હત્યા કરી નાખત આખા પંથકમાં ચકચાર મચી ગયો છે અનેક લોકોએ આ ઘટનને આકરા શબ્દોમાં વખોડી કાઢી છે અને સૌ કોઈ ફેનિલને આકરી સજા મળે તે માટે માંગ કરી રહ્યા છે.

જો કે આ તમામ બાબતો વચ્ચે સૌથી ગંભીર હાલત ગ્રીષ્માં ના પરિવાર ની છે તેમાં પણ ખાસ કરીને ગ્રીષ્માં ના પિતા પર લાડકવાઈ પુત્રીના નિધન થી ઘણો આઘાત પહોંચ્યો છે જણાવી દઈએ કે ગ્રીષ્માંના પિતા છેલ્લા ઘણા સમયથી આફ્રિકામાં રહેતા હતા અને ત્યાંજ વેપાર ધંધો કરતા હતા. પરિવાર અને પુત્રી થી દૂર પિતા જયારે ભારત આવ્યા ત્યારે માહિતી મળી કે તેમણે પોતાની લાડકવાઈ પુત્રી ગુમાવી દીધી છે ત્યારે તેમના પર શું વીતી હશે તેના વિશે આપણે કલ્પના પણ ન કરી શકીએ.

જણાવી દઈએ કે અગાઉ ગ્રીષ્માંના પિતાને પુત્રીની હત્યા અંગે માહિતી ન હતી તેમને પરિવારના સભ્યની તબિયત વધુ ખરાબ છે તેમ કહીને આફ્રિકાથી ભારત બોલાવવામાં આવ્યા હતા. પરંતુ જયારે તેઓ ભારત આવ્યા અને તેમને જણાવવામાં આવ્યું કે તેમની પુત્રી ગ્રીષ્માં હવે તેમની સાથે નથી રહી અને તેની હત્યા કરવામાં આવી છે ત્યારે તેઓ સાવ ભાંગી પડ્યા અને પોતાની ભાન ભૂલી ગયા.

આ બાબત ને લઈને ગ્રીષ્માં ના પિતાએ જણાવ્યું કે પુત્રીના નિધન અંગે માહિતી ન હતી. પરંતુ એવું જણાવવામાં આવ્યું કે પરિવારમાં તબિયત ખરાબ છે તેમ ભારત બોલાવવામાં પરંતુ અહીં આવીને જયારે માહિતી મળી કે પુત્રીની હત્યા કરવામાં આવી છે ત્યારે હું ભાન ભૂલી ગયો આસ પાસ શું થઇ રહ્યું છે તેના વિશે પણ મને માહિતી ન રહી. ગ્રીષ્માં ની હત્યા ને લઇને તેના પતિએ જણાવ્યું કે સરકારને કંઈ પણ સાબિત કરવાની જરૂર નથી તેમની પાસે સબૂત છે. સાથો સાથ તેમણે એ પણ જણાવ્યું કે આવી ક્રૂર માનસિકતા વાળા લોકો પાસે આવું તીક્ષણ હથિયાર ક્યાંથી આવ્યું આટલી નાની ઉંમરે આવા હથિયાર વાપરે છે તો મોટી ઉંમરે શું કરશે.

તેમણે આ ઘટના સમયે તમાસો જોતા લોકોને પણ ફટકાર લગાવી કે આજે મારી દીકરી છે કાલે સમાજની દીકરી પણ હોઈ શકે. તેમણે લોકોને એવો પણ સવાલ કર્યો આ ઘટના સમયે કોઈની રોકવાની હિંમત કેમ ન ચાલી. આવો મોટો હત્યાનો બનાવ બની ગયો છતાં પણ સોસાયટીમાં કોઈએ કઈ કર્યું પણ નહિ આવા લોકો નાક શરમ વગરના કહેવાય ઉપરાંત તેમણે એવું પણ જણાવ્યું કે શું આવા લોકોને કારણે દીકરીઓ ને કોલેજ કે નોકરીમાં નહિ જવાનું ફક્ત ઘરમાં જ રહેવાનું. આવા સમયે બેટી બચાવ બેટી પઢાવ ની વાતો કરવી નકામી છે.

તેમણે પોતાનો અને ગ્રીષ્માં નો એક કિસ્સો પણ જણાવ્યો કે આફ્રિકા જતા સમયે ભાવુક બનેલ ગ્રીષ્માંએ મને આફ્રિકા ન જવા કહ્યું પરંતુ મેં કહ્યું કે એક બે વર્ષ માટે જ જવાનું છે કે જેથી ગ્રીષ્માંને ચિંતા ન થાય તેમણે જણાવ્યું કે તેમની છેલ્લી વાત શનિવારે થઇ હતી જેમાં ગ્રીષ્માંએ વડોદરા જઈને ભણવાનું જણાવ્યું હતું

પોતાની પુત્રી અંગે જણાવતા ગ્રીષ્માં ના પિતાએ કહ્યું કે ગ્રીષ્માં હંમેશા કહેતી કે તમારે નીચું પડે તેવું કોઈ કામ નહિ કરું તેણે ક્યારે પણ પોતાના ફોન કે પોતાના ખાનગી કબાટ ને લોક નહોતા રાખ્યા કે પછી કોઈ પણ બહેન પણી નો ફોન આવે તો કોઈ દિવસ બહાર કે એકલામાં વાતો કરવા નહોતી જતી. હાલમાં ગ્રીષ્માં ના નિધનને કારણે તેના માતા પિતા પર જાણે દુઃખનો પહાડ તૂટ્યો હોઈ તેવી પરિસ્થિતિ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *