ગુજરાત પોલીસ ને લાગી નજર ! રાજકોટ મા પોલીસ કર્મચારી એ ઝેરી દવા ઘટઘટાવી કર્યો આપઘાત નો પ્રયાસ.. કારણ જાણી ચોકી જશે.
આપણા ગુજરાતમાંથી અવારનવાર આપઘાતના કિસ્સાઓ સામે આવતા રહે છે. સામાન્ય લોકોની સાથે હવે સરકારી કર્મચારીઓ પણ આપઘાત કરી બેસે છે. કારણ કે હાલ થોડા દિવસો પહેલા જ અમદાવાદમાં એક પોલીસ પરિવારે અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા આખા ગુજરાતમાં આના ઘેરા પ્રત્યા ઘાતો પડ્યા હતા. જેમાં પોલીસ જવાને તેની પત્ની અને ત્રણ વર્ષની માસુમ દીકરી સાથે બિલ્ડીંગના બારમાં માળે થી મોતની છેલ્લાગ લગાવીને મૃત્યુ પામ્યા હતા.
એવામાં રાજકોટ જિલ્લામાંથી ફરી એક હચ મચાવતી ઘટના સામે આવી છે. જેમાં એક પોલીસ કર્મચારીએ આત્મહત્યા નો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેને સમયસર સારવાર મળી જતા તે હાલ સ્થિર અવસ્થામાં છે. વધુ વિગતે જાણીયે તો રાજકોટ શહેર પોલીસ હેડ કોટર માં ફરજ બજાવી રહેલા પોલીસ કર્મચારી પ્રકાશભાઈ પારધી પોતાની ડ્યુટી પૂર્ણ થયા બાદ પોતાના ઘરે થોરાળા વિસ્તારમાં આવેલા આંબેડકર નગરમાં પહોંચ્યા હતા. જ્યાં તેમને ઝેરી દવા ઘટ ઘટાવીને આત્મહત્યાનું પ્રયાસ કર્યો.
આ ઘટનાની જાણ પરિવારને થતા પરિવારે તાત્કાલિક ના ધોરણે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં પ્રકાશભાઈ ને સારવાર અર્થે ખસેડ્યા હતા. તાત્કાલિક સારવાર મળી જવાને કારણે પ્રકાશભાઈ ની હાલત સ્થિર છે. જાણવા મળ્યું કે પ્રકાશભાઈ ને તેની પત્ની સાથે છૂટાછડા થઈ ચૂકેલા છે. આ મામલે પ્રકાશભાઈ ના પિતા દેવજીભાઈએ મીડિયા સમક્ષ વાત રજૂ કરી હતી. જેમાં જાણવા મળ્યું કે પ્રકાશભાઈ ના લગ્ન બાદ બે મહિના તેની પત્ની પોતાના સાસરે રહી પરંતુ બે મહિના બાદ તે તેના પિયર ચાલી ગઈ હતી.
ત્યારબાદ તે પાછી આવી જ ન હતી. બાર મહિના પહેલા જ પ્રકાશભાઈ ના છૂટાછેડા થઈ ચૂક્યા હતા. જાણવા મળ્યું કે જ્યારે પ્રકાશભાઈ આત્મહત્યા નો પ્રયાસ કર્યો ત્યારે તે કોઈ સ્ત્રી સાથે વાતો કરી રહ્યા હતા. અને જાણવા મળ્યું કે કદાચ તે તેની પૂર્વ પત્ની સાથે જ વાતો કરી રહ્યા હતા. આમ પ્રકાશભાઈ ની આત્મહત્યા ની કોશિશ કરવા પાછળનું કારણ અંગત પારિવારિક ઝઘડો હોઈ શકે છે. તેવું પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે. હાલ પ્રકાશભાઈ ની હાલત સ્થિર છે જ્યારે તેઓ ભાનમાં આવીને નિવેદન આપશે ત્યારબાદ જ સાચા કારણ ની જાણ થશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!