Categories
Gujarat

ગુજરાતી સિનેમા ના હીરો મલ્હાર ઠાકર ની પત્ની નું 9-સપ્ટેમ્બર ના રોજ શ્રીમંત છે. શું મલ્હારે સાચે જ લગ્ન કરી લીધા? જુઓ ફોટા.

Spread the love

આપણા ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતી મુવી એ સિનેમા ઘરોમાં જોર પકડ્યું છે. હવે ગુજરાતી મુવી માં એક જબરદસ્ત ટ્રેન્ડ પકડાઈ ગયો છે. એટલે કે યુવાઓ મુવી જોવા આવે એવી મુવી પ્રોડ્યુસર ડાયરેક્ટરો દ્વારા બનાવવામાં આવતી હોય છે. ગુજરાતી મુવી થિયેટર માંથી ઘણા કલાકારો આજે ખૂબ જ નામ કમાઈ ચૂક્યા છે. એવા જ એક કલાકારની વાત કરવામાં આવે તો તે કલાકાર છે મલ્હાર ઠાકર. મહાર ઠાકર એવો કલાકાર છે કે જે આખા ગુજરાત સહિત ભારતમાં પણ ફેમસ થઈ ચૂક્યો છે.

તેની સ્ટાઇલ તેનો લુક જોઈને હર કોઈ લોકો તેની કોપી કરે છે. અને તે મુવીમાં આવે એટલે મુવીની રોનક બદલાઈ જતી હોય છે. તેની કોમેડીના ખાસ લોકો દિવાના બની ગયા છે. પરંતુ શું તમે જાણો છો કે હાલમાં મલ્હાર ઠાકોરની જે તસવીરો સામે આવે છે. તે અચંબિત કરવા વાળી છે. હાલમાં મલ્હાર ઠાકો રની જે તસવીરો સામે આવી છે. તેને જોઈને લોકો કહે છે કે મલ્હાર ઠાકરે લગ્ન કરી લીધા છે. શું આ વાત સાચી છે? છેલ્લા દિવસ મુવી થી તે ફેમસ થયેલા મલ્હાર ઠાકર તે તેના અંગત જીવનને લગતી તસવીરો સોશિયલ મીડિયા પર અવારનવાર શેર કરતા રહે છે.

પરંતુ તેને હાલ સોશિયલ મીડિયા પર પોતાની સાથે એક યુવતીને દેખાડતો ફોટો શેર કર્યો છે. જેમાં મલ્હાર ઠાકરે અને તે યુવતીએ ગળામાં ફૂલોનો હાર પહેરેલો છે અને ઘરના દરવાજાની બહાર ઊભેલા છે. આ તસવીર જોતા તો એમ જ લાગે કે મલ્હાર ઠાકરે લગ્ન કરી લીધા છે. પરંતુ આ વાત કોઈ સત્ય નથી કે મહાર ઠાકરે લગ્ન કરી લીધા છે. કારણ કે આગામી 9 સપ્ટેમ્બરના રોજ મલ્હાર ઠાકરની અને અભિનેત્રી પૂજા જોશીની મુવી રિલીઝ થવા જઈ રહેલ છે. આ મુવી નું નામ છે વીર ઈશાનું શ્રીમંત.

આ ફિલ્મને લઈને મલ્હાર ઠાકોર હાલમાં પ્રમોશનમાં ખૂબ વ્યસ્ત જોવા મળે છે. આ તસ્વીર ફૂલહાર પહેરેલી તે મલ્હાર ઠાકરના આગામી મુવી ની તસ્વીર છે. આ મુવીની વાત કરવામાં આવે તો તેનું ટ્રેલર પણ સોશિયલ મીડિયા પર શેર કરી દેવામાં આવેલું છે. ફેન્સ ટેલરને જોઈને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. અને મુવી ક્યારે સિનેમાના મા રીલેસ થાય તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

અને મુવી ની વાત કરવામાં આવે તો ટ્રેલરમાંથી જાણવા મળ્યું કે આ મુવીમાં ગર્ભાવસ્થા પ્રત્યે રોશ દર્શાવવામાં આવે છે. જ્યારે મુખ્ય પાત્રો ગર્ભાવસ્થાને લગતા સામાજિક દબાણનો સામનો કરતી વખતે દંપતી તરીકે સંઘર્ષ કરે છે. પરંતુ આ મુવી કોમેડી થી ભરપૂર છે. આ ફિલ્મમાં અભિનેતા ની વાત કરવામાં આવે તો મલ્હાર ઠાકર, પૂજા જોશી ઉપરાંત છાયા વોરા, સોનાલી દેસાઈ અને અનુરાગ પ્રપન્ન ના વગેરે જેવા જોવા મળશે. ફેન્સ પણ આ મુવી ની આતુરતા થી રાહ જોઈ રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *