મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં આપણો દેશ અને સમગ્ર વિશ્વ ઘણી જ મોટી મહામારી સામે લડી રહ્યો છે. આ મહામારીએ છેલ્લા ઘણા સમયથી લોકો ને હેરાન કર્યા છે. જ્યાં એક બાજુ કોરોને આખા વિશ્વમા પોતાનો ભરડો લીધો છે જેના કારણે અત્યાર સુધીમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
આ કાળ મુખા કોરોનાએ અનેક હસતા રમતા પરિવારો ને તોડ્યા છે. અને લોકોના જીવનમાં અનેક મુશ્કેલીઓ લાવ્યું છે. જણાવી દઈએ કે આ કોરોના વાયરસ ચિન માંથી આવ્યો છે. તેવું ઘણા સંશોધન પરથી માલુમ પડ્યું છે. જો કે દેશ અને દુનિયાના વિજ્ઞાનીકો અને ડોક્ટરો આ કોરોના નો સામનો ઘણી બહાદુરીથી કરી રહ્યા છે. તેવામાં જ્યાં દેશ કોરોના ની પહેલી અને બીજી લહેર નો સામનો કરીને બેઠો થયો છે ત્યાં ફરી એક વખત આખા વિશ્વ અને આપણા દેશમાં પણ કોરોના કેશ ફરી એકવાર વધી રહ્યા છે.
તેવામાં હવે કોરોનાની ત્રીજી લહેરની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. કોરોના ના વધતાં કેશો ને ધ્યાનમાં લઈને અનેક મંદિર પ્રસાશન દ્વારા ભાવિક ભક્તો ના સ્વસ્થ ને ધ્યાન માં રાખીને આવનારા અમુક દિવસો માટે મંદિર ને ભાવિક ભક્તો માટે બંધ કર્યું છે. જો કે ભક્તો ઓનલાઈન ભગવાનના દર્શન કરી શકશે જ્યારે મંદિર માં થતી વિધિવત પૂજા અને અર્ચના મંદિર ના પંડિતો દ્વારા શરૂ રહેશે. જો વાત આ મંદિરો અંગે કરીએ તો તેમની યાદી આ પ્રમાણે છે.
જણાવી દઈએ કે આ યાદીમાં પહેલું નામ દ્વારકાધિશ મંદિર નું છે દ્વારકાધીશ મંદિર આગામી સાત દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. એટલે કે કાન્હાજી ના દર્શન 23 જાન્યુઆરી સુધી ઓનલાઇન કરવા ના રહેશે. આ ઉપરાંત બહુચરાજી મંદિર પણ 22 જાન્યુઆરી સુધી ભક્તો માટે બંધ રહેશે.
આ ઉપરાંત અમુક અન્ય મંદિરો પણ ભક્તો માટે ફિલ્હાલ પૂરતા બંધ રાખવામાં આવ્યા છે. જેમાં અંબાજી મંદિર અને ખેડબ્રહ્માનું અંબિકા મંદિર ઉપરાંત ડાકોર મંદિર, ઓલપાડનું પ્રસિદ્ધ સિદ્ધનાથ મહાદેવ મંદિર સાથો સાથ સુરેન્દ્રનગરના પાટડીનું શક્તિધામ મંદિરનો પણ સમાવેશ થાય છે.
મિત્રો જણાવી દઈએ કે પૂનમના દિવસે ડાકોરના ઠાકોરના દર્શન માટે અનેક શ્રદ્ધાળુઓ આવતા હોઈ છે. તેવામાં કોરોના ને ધ્યાન માં રાખી ને મંદિર દ્વારા ભક્તો ને સ્વસ્થને અગ્રિમતા આપવામાં આવી છે જેના કારણે ડાકોરના ઠાકોરજી નું મંદિર 17 જાન્યુઆરીના પોષી પૂનમના દિવસે બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. આ ઉપરાંત અરવલ્લીનું શામળાજી મંદિર પણ પૂનમના દિવસે બંધ રહેશે.