આ ગામ છે ગુજરાત નુ પાવરફુલ ગામ ! ઘરેઘરે આર્મી મેન અને માતા સુરજ દેવી કરે છે યુવાનો ની રક્ષા..જાણો કયા…
આપણે જાણીએ છે કે, આજે ભારતના દરેક યુવાનો દેશની રક્ષા માટે આર્મીમાં તૈનાત છે, આજે અમે આપને એકન એવા ગામ વિશે વાત કરીશું કે, જ્યાં ઘરે ઘરેથી બેક દીકરો આર્મીમાં ફરજ બજાવી રહ્યો છે. આ ગામમાં સુરજ દેવીની અસીમ કૃપા છે. આ ગામના લોકોને આ દેવી પ્રત્યે એટલી બધી શ્રદ્ધા છે કે આર્મીમાં જતા પહેલા જરૂર આ સુરજદેવી ના દર્શન કરીને જાય છે, જેથી સરહદ પર માતા તેમની રક્ષા કરે.
આ ગામ વિશે જાણીએ તો બનાસકાંઠા જીલ્લામાં પાલનપુર તાલુકાનું મોટા ગામ આ ગામમાં લગભગ 6000 લોકોની વસ્તી ધરાવતા આ ગામે અત્યાર સુધીમાં માં ભારતની રક્ષા માટે 300 જેટલા આર્મીના જવાનો અને પોલીસ જવાનો આપ્યા છે.બાળકનો જન્મ થાય ત્યારે તેના પરિવારજનો જ બાળકને દેશ સેવા માટે મોકલવાની તૈયારીઓ શરૂ કરી દેતા હોય છે.
આ ગામમાં શહીદ બહાદુર સિંહ નામની સરકારી શાળા પણ આવેલી છે જ્યાં ગરીબ લોકો પોતાનું ભણતર પૂરું કરી અને ભારત દેશની રક્ષા કરવા માટે તૈયાર થાય છે. આ ગામના લોકોમાં આવી અનોખી દેશદાઝ કેવી રીતે ઉત્પન્ન થઈ છે તે અંગે મનમાં મુંઝવણ જરૂર થાય. વર્ષ 1976ના વર્ષમાં મોટા ગામના હરિસિંહ પરમાર અને ભૂપતસિંહ રાજપૂત નામના બે યુવાનો ઇંડિયન આર્મીમાં જોડાયા હતા. અને બસ ત્યારબાદ આ ગામના લોકોમાં દેશદાઝ બહાર આવવા માંડી એક પછી એક યુવાનો અલગ અલગ લશ્કરમાં જોડાવવા માંડ્યા હતા.
ભૂપતસિંહ રાજપુત1990 માં કારગિલ ખાતે સફેદ નાલના ટાઇગર હિલ યુદ્ધ માં પોતાના મિત્રોને સાથે રાખી અને દુશ્મનો પર થ્રિ પીપલથી યુદ્ધમાં વિજેતા મેળવી હતી. જેમાં સેના દ્વારા ભૂપતસિંહને કારગિલ એવોર્ડથી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. ત્યારથી આ ગામના યુવકોમાં આર્મીમાં જોડાવવાની દેશદાઝ ઉત્પન્ન થઈ છે.
ગામના યુવકોની આ દેશદાઝથી પ્રભાવિત થયેલા ગામના આર્મીમાં જોડનારા બંને યુવકોએ પણ નિવૃતિ બાદ મોટા ગામમાં આવીને નવી પેઢીમાં દેશદાઝ ઉત્પન્ન કરવાની સાથે સાથે આર્મીમાં ભરતી થવા માટે માર્ગદર્શન આપવા ઉપરાંત તેમણે શારીરિક તાલીમ આપવાની શરૂઆત કરી.
અત્યાર સુધી આ ગામના ત્રણ યુવાનો માભોમની રક્ષા કરતા શહીદ થયા છે.આ ગામના ત્રણ યુવાનો શહીદ થયા છતાં પણ આ ગામના યુવાનોમાં એક દેશ પ્રત્યે એવું ઝનુન છે. આ ગામમાં શહીદ બહાદુર સિંહ નામની સરકારી શાળા પણ આવેલી છે. મોટા ગામમાં માતા સુરજ દેવીનું ગામની વચોવચ વર્ષો જૂનું મંદિર આવેલુ છે. આ ગામના જે પણ જવાન દેશની રક્ષા કરવા માટે જવાનું વિચાર કરે છે.ત્યારે પહેલા આ માતાના મંદિરે દર્શન કરવા માટે આવે છે અને ત્યાર બાદ જ સરહદ પર જવા માટે રવાના થાય છે.