ગુજરાતના હાસ્ય સમ્રાટ હકાભા ગઢવી એ ખરીદી આ આલીશાન કાર, કિંમત જાણીને ચોંકી જશો, જુઓ તસવીરો
હાલમાં ગુજરાતના લોકપ્રિય ગાયક કલાકારો કિંમતી અને આલીશાન કારની ખરીદી કરી રહ્યા છે, હાલમાં જ અલ્પાબેન પટેલ બાદ હકાભા ગઢવીએ પણ સુંદર અને આલીશાન કાર ખરિદી છે, હકાભા ગઢવી એ સોશિયલ મીડિયામાં પર રીલ્સ શેર કરી છે, દશેરાના શુભ દિવસે તેમને કારની ખરીદી કરી તે વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, આ વિડીયોમાં તમે જોઈ શકશો કે હકાભા ગઢવીએ કઈ રીતે કારનું ભવ્ય સ્વાગત કર્યુ.
આ વિડીયો શેર કરતાની સાથે તેમને લખ્યું કે, તમારા પ્રેમ અને માં મોગલ ની કૃપા, ખુબ ખુબ ધન્યવાદ એવા અનહદ પ્રેમ માટે, તમને જણાવી દઇએ કે હકાભા ગઢવીએ ફોર્ચ્યુનર કાર ખરીદી છે જેની બજાર કિંમત 33 લાખ થી 55 લાખ રૂપિયા સુધીની છે. તમને જણાવી દઈએ કે હકાભા ગઢવી એટલે ગુજરાતનાં હાસ્યકલાકાર છે..
હકાભા ગઢવીનું સાચુ નામ મનહરદાન ચંદુભાઈ ગઢવી છે. તેમનું જીવન ખૂબ જ સંઘર્ષ ભર્યું હતું કારણ કે માતાનાં નિધન બાદ તેમના પિતાનું પણ નિધન થઈ ગયેલું. ત્યારે આખરે તેમના દાદીમાએ ઘરકામ કરીને પણ હકાભાનો ઉછેર કરેલ અને તેમને શાળામાં અભ્યાસ માટે મોકલ્યા પરતું તેમને ભણવામાં બહુ રસ જ ના હતો પરંતુ શાળામાં થતા કાર્યક્રમમાં તેઓ ઉત્સાહભેર ભાગ લેતા.
હકાભા ગઢવી એ 7 ધોરણ સુધીનો અભ્યાસ કરીને 14 વર્ષની ઉંમરે નોકરી કરવા અમદાવાદ ગયા અને અહીંયા તેઓ પુઠા બનાવવાનાં કારખાનામાં કામે પણ લાગી ગયા અને એસિડના કેરબા પણ ઉપાડ્યા અને ત્યારબાદ તેમને ઘંટી ચલાવવાનું શરૂ કર્યું એ કામ બરોબર ચાલ્યું અને એ સમયગાળામાં લગ્ન કર્યા અને ત્યારબાદ એવી તકલીફ આવી કે ફરી તેમનું કામ બંધ પડ્યું અને આખરે તેમને કડીયા કામ શરૂ કર્યું. એક સમય એવો આવ્યો કે, તેમની દીકરીને વીંછી કરડ્યો પરતું તેમની પાસે સારવારના 7000 રૂ નાં હતા અને આજ કારણે તેમની દીકરીને જીવ ગુમાવવો પડ્યો.
View this post on Instagram
દર વર્ષે સોનલ બીજના દિવસે ચારણ સમાજ ભેગી થતી અને સૌ કોઈ કલાકારો સાહિત્યનું રસપાન કરાવતા અને એમાં હકાભા ને પણ સ્થાન મળતું અને બસ પછી તો સમય જતાં તેમને પોતાનું જીવન હાસ્યરસ પીરસવાનું નક્કી કર્યું અને તેમને માયાભાઈ આહીર અને કીર્તિદાન ગઢવી સાથે પણ કામ શરૂ કર્યું અને આખરે તેમનું જીવન ત્યારે બદલાયું જ્યારે તેમને મોરારી બાપુ સાથે રહીને દેશ વિદેશમાં લોકોને પોતાની કળા થી મંત્રમુગ્ધ બનાવ્યા.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત નો આવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.