મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે દરેક યુવતી અને સ્ત્રીઓ ની ઈચ્છા સુંદર બનવાની અને દેખાવાની હોઈ છે. જોકે આવી ઈચ્છા ફક્ત મહિલાઓ માં જ જોવા મળતી નથી. પુરુષો પણ ઈચ્છે છે કે પોતે સુંદર દેખાઈ. જો કે હાલના સમય માં મહિલાઓની આવી સુંદરતા અને તેમના અન્ય ગુણો ને લઈને અનેક એવા પ્રોગ્રામો જોવા મળે છે જે મહિલાની સુંદરતા અને તેમના વિચાર અને અન્ય પ્રભાવશાળી બાબતના આધારે તેમનું મૂલ્યાંકન કરે છે અને તેમને વિવિધ ખિતાબો આપે છે. આવા કાર્યક્રમોમાં મિસ ઇન્ડિયા અને મિસ યુનિવર્સ જેવા અનેક કાર્યક્રમો નો સમાવેશ થાય છે.
હાલ આવીજ એક પ્રતિયોગિતામાં દેશની દિકરી હરનાજ સીધું એ ભાગ લીધો અને તેને જીતીને દેશનું નામ ઉંચુ કર્યું છે. જો વાત આ કાર્યક્રમ અંગે કરીએ તો તેનું નામ મિસ યુનિવર્સ છે. હરનાજએ આ વખતનો મિસ યુનિવર્સ નો તાજ પોતાના નામ કર્યો છે. મિત્રો દરેક મોડેલ ની ઈચ્છા આ પ્રતિયોગિતા માં ભાગ લેવાનો અને તેને જીતવાનો હોઈ છે. જો કે આજ વખતે આ તાજ હરનાજ ના માથે છે. આ ઉપરાંત તેમને મિસ યુનિવર્સ બનતા પહેલા જે સવાલ પૂછવામાં આવ્યો હતો અને તેમણે આ સવાલનો જે પ્રમાણે જવાબ આપ્યો તે ઘણો વાયરલ થઇ રહ્યો છે.
મિત્રો જણાવી દઈએ કે હરનાજ સંધુ 21 વર્ષના છે. અને તેમણે મિસ યુનિવર્સ નો તાજ પોતાના નામ કર્યો છે. જણાવી દઈએ કે હાલ ચાલી રહેલા મિસ યુનિવર્સ ના 70 માં સીઝન કે જે ઇઝરાયલ માં ચાલી રહ્યો છે. તેમાં હરનાજ સંધુ એ પણ ભાગ લીધો હતો. આ પ્રતિયોગિતામાં ભારત સહીત અન્ય 75 દેશોની સુંદર અને પ્રભાવશાળી મહિલાઓ એ ભાગ લીધો હતો. જે પૈકી ત્રણ દેશ પ્રતિયોગતિના ફાઇનલમાં પહોંચ્યા હતા. આ દેશોમાં ભારત ઉપરાંત પેરાગ્વે ન દક્ષિણ આફ્રિકાના સમાવેશ થાય છે.
આ સમયે હરજના સંધુ ને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે ” આજના સમય માં દબાણનો સામનો કરવા માટે તમે યુવતીઓ ને શું સલાહ આપશો ” ? જેનો જવાબ આપતા હરનાજ સંધુ એ જણાવ્યું કે આજના સમય માં યુવાનો જે સૌથી મોટા દબાણનો સામનો કરી રહ્યા છે તે છે પોતાની જાત પર વિશ્વાસ રાખવાનું. તેમણે વધુમાં જણાવ્યું કે ફક્ત આટલું યાદ રાખજો કે તમારા માં કંઈક વિશેષ છે આજ બાબત તમને સુંદર બનાવે છે. બીજા સાથે પોતાની તુલના કરવાનું છોડીદો. અને દુનિયામાં ચાલી રહેલ અન્ય મહત્વ પૂર્ણ વસ્તુઓ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરો. દુનિયામાં બહાર આવો અને પોતાની જાત માટે બોલવાનું રાખો કારણકે તમે પોતાની જાતના નેતા છો. તમેજ તમારા પોતાનો અવાજ છો. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે મને પોતાના પર વિશ્વાશ હતો માટે આજે હું અહીં પહોંચી શકી.
જણાવી દઈએ કે તેમનો આ જવાબ ઘણો વાઇરલ થઇ રહ્યો છે. હાલ તેમણે મિસ યુનિવર્સ નો તાજ પણ જીતી લીધો છે. આ ઉપરાંત તેમની અન્ય ઉપલબ્ધીઓ અંગે વાત કરીએ તો જણાવી દઈએ કે વર્ષ 2017 માં મિસ ચાંદીગાઢ નો ખિતાબ પણ પોતાના નામ કરેલો છે. તેમણે મિસ મેક્સ ઇમર્જિંગ સ્ટાર ઇન્ડિયાની પ્રતિયોગિતા પણ જીતેલી છે. આ સાથે તેમણે વર્ષ 2019 માં મિસ ઇન્ડિયા પ્રતિયોગિતામાં પણ ભાગ લીધો હતો. તેઓ બ્યુટી પીજેન્ટ ના ટોપ બાર માં સામેલ હતા.
Instagram पर यह पोस्ट देखें
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.