અરે બાપરે શું જમાનો આવ્યો બોલો, ટામેટાંની સુરક્ષામાં માટે બાઉન્સરો રાખવામા આવ્યા જે ગ્રાહકોને …. જુવો વિડિયો
દેશભરમાં વધતાં જતાં ટામેટાં ના ભાવના કારણે હાહાકાર જોવા મળી રહ્યો છે. ઘરની રસોઈમાં ટામેટાં લગભગ ગાયબ થતાં જોવા મળી રહ્યા છે. આસમાન જેવા ભાવ ના કારણે દુકાનદારો પણ ટામેટાં વેચવા માટે માટે નથી લાવતા. અને જો કોઈ દુકાનદાર ટામેટાં વેચતા પણ જોવા મલી આવે છે તો તેઓ તેમની રખવાની કરવામાં કોઈ અસર છોડતા નથી. ત્યારે ટામેટાં ની સુરક્ષા કરતાનો એક દુકાનદાર નો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર છવાયેલો જોવા મળી રહ્યો છે.
જેમાં વિડિઓયો જોઈને દરેક લોકો ચોંકી રહ્યા છે કેમકે આ ટામેટાં ના વેપારી એ ટામેટાં ની સુરક્ષા કરવા માટે બાઉન્સર ને હાયર કર્યા છે. આ બાઉન્સર દુકાન ની બહાર ટામેટાં ની નજીક ઊભા છે. એમાં પણ જો કોઈ ગ્રાહક ટામેટાં ની નજીક પહોચે છે કે બાઉન્સર તરત જ તે લોકોને દૂર કરી દેય છે. સામે આવી રહેલ આ થોડા સેકન્ડ ના વિડિયોમાં તમે જોઈ શકો છો કે ટામેટાં ને એક ટ્રેમાં રાખવામા આવ્યા છે. અને તેની આજુબાજુ બંને બાઉન્સર ઊભા છે.
આના સિવાય લખવામાં પણ આવ્યું છે કે ગ્રાહક ટામેટાં અને મરચાં ને હાથ ના લગાવો. આ વિડિયોમાં સૌથી મજેદાર વાત એ છે કે જો કોઈ ગ્રાહક આ દુકાને શાકભાજી ખરીદવા માટે આવે છે તો તે બંને બાઉન્સર તે ગ્રાહક ને દૂર થી જ પકડાવી દેય છે. આમાં ગ્રાહક ટામેટાં ને જાતે હાથમાં લેવાનો પ્ર્યતન કરતાં દેખાઈ રહ્યા છે. પરંતુ આની પહેલા તે ટામેટાં અડકી શકે કે તે પહેલા જ બાઉન્સર તેનો તરત જ હાથ પકડી લે છે અને દૂર કરી દેય છે.
એમાં બાઉન્સર ટામેટાં પર નજર રાખર્તા જોવા મળી રહ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર ટામેટાં ની સુરક્ષા માં બાઉન્સર લગાવનાર નો આ અનોખો વિડીયો બનારસ માં ના લંકા વિસ્તાર નો છે. આ વીડિયો ટ્વિટર હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે.જેમાં ટ્વીટ કરતાં લખ્યું છે કે ભાજપે ટમેટાને ઝેડ પ્લસ સુરક્ષા આપવી જોઈએ. ખબર છે કે ટામેટાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે અને દેશના ઘણા શહેરોમાં તેની કિંમત 150 રૂપિયા પ્રતિ કિલોને પાર થઈ ગઈ છે.
भाजपा टमाटर को ‘Z PLUS’ सुरक्षा दे. pic.twitter.com/k1oGc3T5LN
— Akhilesh Yadav (@yadavakhilesh) July 9, 2023