હોળીનું પાવન પર્વ નજીક છે, ત્યારે ચારો તરફ હોળીની રંગેચંગે તૈયારીઓ ચાલી રહી છે. આપણી પરંપરા પ્રમાણે દર વર્ષે હોળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે પરંતુ આજે અમે આપને એક એવા ગામ વિશે જણાવીશું કે, જ્યાં 200 વર્ષથી હોળી પ્રગટાવવામાં આવતી નથી.
ડીસા તાલુકાના રામસણ ગામનું પૌરાણિક નામ રામેશ્વર હતું. કહેવાય છે કે, ભગવાન શ્રીરામ એ અહીંયા આવીને રામેશ્વર ભગવાનની પૂજા અર્ચના કરી હતી. તમને જાણીને આશ્ચર્ય થશ3 કે, આ ઐતિહાસિક ગામમાં 207 વર્ષ પહેલા હોળી પ્રગટ કરવામાં આવી હતી. પરંતુ સમય અચાનક ગામમાં આગ લાગી ગઈ હતી. જેનાથી ગામમાં રહેતા લોકો ડરી ગયા હતા.
આગ કેમ લાગી તેની લોક માન્યતાએ હતી. રાજાએ સાધુ સંતોનું અપમાન કર્યું હતું. જેથી સાધુ સંતોએ શાપ આપ્યો હતો. હોળી પર્વ પર આ ગામમાં જયારે આગ લાગી હતી.ઘણા વર્ષો બાદ ગામમાં લોકો ફરી હોળી પ્રગટાવાનો પ્રયત્ન કર્યો હતો, ફરી ગામમાં આગ લાગી કેટલાક મકાનો પણ આગમાં બળી ગયા હતા.
અને ત્રણ વખત હોળીના પર્વ પર જ આવ્યું થતાં ત્યારથી જ હોળી પ્રગટાવવાનું ગામ લોકોએ બંધ કરી દીધું છે. જેથી કરીને હવે આ ગામમાંલોકો હોળીના દિવસે એક શ્રીફળ મૂકી બાળકોને ઢુંઢાડે છે.ત્યારબાદ રામેશ્વર મહાદેવના મંદિરે લોકો ભેગા થઈ ભજન, કીર્તન કરી છુટા પડે છે અને આવી રીતે હોળીના તહેવારની ઉજવણી કરે છે.