ચક્રવાત આસની ને લઇ ને હવામાને આપી જાણકારી. ઓડિશા અને ઉત્તરપૂર્વ કિનારો છે હાઈ એલર્ટ પર. જાણો કેટલી ઝડપે આસની આગળ વધી રહ્યું છે.
ભારત માં વર્ષ દરમિયાન અનેક કુદરતી આફતો આવતી જ રહે છે. અને તેને કારણે લોકો ને ભારે નુકશાની નો સામનો કરવો પડતો હોય છે. બંગાળની ખાડી વિસ્તાર, અરબ સાગર માંથી વર્ષ માં અનેક વાવઝોડા ઉપ્તન્ન થતા હોય છે. અને તેમાં દરિયા કાંઠા ના વિસ્તાર માં ભારે તબાહી સર્જાતી હોય છે. ગયા વર્ષે બંગાળ માં ગુલાબ નામના વાવાઝોડા એ તબાહીઓ મચાવી હતી અને ગુજરાત માં પણ તૌકતે વાવાઝોડા એ દસ્તક આપી હતી.
એવામાં હાલમાં જ એક વાવાઝોડું ફરી સક્રિય છે જેનું નામ છે ”આસની” આ વાવઝોડુ બંગાળ ખાડી તરફ થી ઉત્પન્ન થયેલું છે. આ વાવાઝોડા એ હવે વધુ જોર પકડેલું છે. આ વાવાઝોડા ના કારણે હાલમાં 75 કિલોમીટર/કલાક ની ઝડપે પવન ફુકાય રહ્યો છે. અને રવિવાર સુધીમાં વાવઝોડુ તીવ્ર બને તેવી શક્યતાઓ છે. હવામાન વિભાગ ની આગાહી મુજબ ઉતરી આંધ્ર અને ઓડિશા માં મંગળવાર સુધીમાં ભારે પવન સાથે વરસાદ ની શક્તયાઓ સેવાય રહી છે.
આ વાવાઝોડું સોમવારે બંગાળની ખાડીમાં 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધવાનું અનુમાન છે. આ વાવાઝોડું આગામી 72 કલાક માં બંગાળ ની ખાડી ના ઉત્તર અને પાશ્ચિમ કિનારે પહોંચે તેવી શક્યતાઓ છે. બાદ ઓડિશા થઇ ખાડી ના પ્રદેશો તરફ આગળ વધે તેવી શક્યતાઓ છે. મંગળવાર થી ઓડિશા અને કોલકાતા માં ભારે થી અતિભારે વરસાદ પડવાની આગાહી છે. હાલ આસની આંદામાન ના ટાપુ પોર્ટ બ્લેર થી 380 કિલોમીટર દૂર બંગાળ ખાડી માં ચક્રવાત સ્વરૂપે છે. જે આગળ વધી રહ્યું છે.
આસની ને લઇ ને 10 મેં સુધી માછીમારો ને દરિયો ન ખેડવા સૂચનાઓ આપવામાં આવી છે. આસની નો અર્થ ક્રોધ એવો થાય છે. હાલ આ વાવાઝોડા ને લઈને તંત્ર પણ એલર્ટ પર છે. આસની દરિયાકાંઠે ટકરાય ને થોડું નબળું પડે તેવી શક્યાઓ છે. હવે જોવાનું રહ્યું કે આસની કેટલી તબાહી સર્જે છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.