મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે દરેક વ્યક્તિની ઈચ્છા જીવનમાં સફળ થવાની અને કોઈક મુકામ સુધી પહોંચવાની હોય છે દરેક વ્યક્તિ જીવનમાં સારી નોકરી કે વ્યવસાય કરીને એક સારું અને પ્રભાવશાળી જીવન જીવવાની ઈચ્છા રાખતા હોય છે. તેમાં પણ જો મિત્રો વાત નોકરી અંગે કરીએ તો નોકરી બાબતે દેશના દરેક યુવાનોની સર્વ પ્રથમ પસંદગી સરકારી નોકરીને જ હોય છે આપણે સૌ જાણીએ છીએ કે સરકારી નોકરી ઘણીજ સુરક્ષિત માનવામાં આવે છે.
ઉપરાંત સરકારી નોકરી વાળા વ્યક્તિ નો રૂતબો ખૂબ ઊંચો માનવામાં આવે છે આ માટે જ દેશના મોટાભાગના યુવાનો સરકારી નોકરી મેળવવા માટે અથાક પ્રયત્નો કરતા રહે છે સરકારી નોકરીમાં પણ અમુક એવા પદો છે કે જેમને હાંસલ કરવા ઘણા જ મુશ્કેલ અને કઠિન છે આવા પદોમાં આઇએએસ અને આઇપીએસ પદોનો સમાવેશ થાય છે મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે અહીં સુધી પહોંચવા માટે વ્યક્તિમાં ઘણી જ આવડત અને ચતુરાઇ ઉપરાંત વર્ષોની મહેનત હોવી જરૂરી છે વર્ષો સુધી મહેનત કર્યા બાદ જ ઘણા વ્યક્તિઓ અહીં પરીક્ષા આપીને ઇન્ટરવ્યૂ સુધી પહોંચી શકે છે.
જોકે આ બાબત વિચારીએ એટલી સરળ નથી વર્ષો સુધી મહેનત કર્યા બાદ પણ ઘણા એવા વ્યક્તિઓ છે કે જેઓ અહીં સુધી પહોંચી શકતા નથી પરંતુ આપણે અહીં એવા મહિલા આઇએએસ અને આઇપીએસ ઓફિસર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જેઓ પોતાની આવડતના કારણે આ પદ સુધી તો પહોંચ્યા જ પરંતુ તેઓ દેખાવમાં પણ એટલા સુંદર છે કે તેઓ ફિલ્મી અભિનેત્રીઓને પણ પાછળ છોડી શકે છે તો ચાલો આપણે આ મહિલા અધિકારીઓ વિશે માહિતી મેળવીએ.
સૌ પ્રથમ જો વાત મહિલા આઇએએસ અધિકારીઓ વિશે કરીએ તો..
આ યાદીમાં પહેલું નામ સ્મિતા સભરવાલ નું છે. જો વાત તેમના જન્મ અંગે કરીએ તો જણાવી દઈએ કે તેમનો જન્મ પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં વર્ષ 1977 માં થયો હતો. જો વાત તેમના પદ મેળવવાની બાબત અંગે કરીએ તો જણાવી દઇએ કે સ્મિતા સભરવાલ ને વર્ષ 2001 માં આઇએએસ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત જો વાત તેમની ઉપલબ્ધિ અંગે કરીએ તો જણાવી દઈએ કે તેઓને “પીપલ્સ ઓફિસર” તરીકે ઓળખવામા આવે છે એક મહિલા તરીકે આ બિરુદ મેળવવું એ ગર્વની વાત છે. જણાવી દઈએ કે સ્મિતા પ્રથમ મહિલા અધિકારી છે જેમને સીએમ ઓફિસમાં પોસ્ટીંગ કરવામાં આવ્યા છે.
આ યાદીમાં બીજું નામ રિજુ બાફના નું છે જો વાત તેમના જન્મ અંગે કરીએ તો રિજુનો જન્મ છત્તીસગઢમાં થયો હતો. જો વાત તેમના અભ્યાસ અંગે કરીએ તો તેમણે પ્રાથમિક શિક્ષણ છત્તિસગઢ માં મેળવ્યું હતું. જે બાદ તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી હતી. તેમણે દિલ્હી સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાંથી અર્થશાસ્ત્રમાં માસ્ટર ડિગ્રી કરી છે. જણાવી દઈએ કે તેઓ વર્ષ 2014માં IAS ઓફિસર બન્યા હતા.
આ યાદીમાં આગળ મેરીન જોસેફ નો સમાવેશ થાય છે. જણાવી દઈએ કે તેઓ કેરળ કેડરની સૌથી યુવા આઈપીએસ અધિકારી છે. તેમણે 25 વર્ષની ઉંમરે સિવિલ સર્વિસની પરીક્ષા આપી હતી. વર્ષ 2012 માં તેમણે આ પરીક્ષા પ્રથમ પ્રયાસમાં જ પાસ કરી હતી. જો વાત તેમના જન્મ અંગે કરીએ તો જણાવી દઈએ કે તેમનો જન્મ દિલ્હીમાં થયો હતો. આ ઉપરાંત જો વાત તેમના અભ્યાસ અંગે કરીએ તો તેમણે પોતાનો અભ્યાસ દિલ્હીમાં જ કર્યો છે. જો વાત તેમના પરિવાર અંગે કરીએ તો તેમના પિતા કૃષિ મંત્રાલયમાં મુખ્ય સલાહકાર છે જ્યારે તેમની માતા અર્થશાસ્ત્રના શિક્ષક છે. જણાવી દઈએ કે તેમણે વર્ષ 2015 માં, જોસેફે કોટ્ટાયમના મનોચિકિત્સક ક્રિસ અબ્રાહમ સાથે લગ્ન કર્યા હતા.
હવે જો વાત IPS મહિલા અધિકારીઓ અંગે કરીએ તો જણાવી દઈએ કે..
આ યાદીમાં પહેલું નામ કંચન ચૌધરી ભટ્ટાચાર્ય નું છે. જણાવી દઈએ કે કંચન ચૌધરી ભટ્ટાચાર્ય વર્ષ 1973 થી વર્ષ 2007 સુધી IPS અધિકારી રહ્યા હતા. તેઓ પોલીસ મહાનિર્દેશક બનનાર પ્રથમ મહિલા IPS અધિકારી છે. જો વાત તેમની ઉપલબ્ધીઓ અંગે કરીએ તો જણાવી દઈએ કે તેમને રાષ્ટ્રપતિ મેડલ અને રાજીવ ગાંધી એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા છે.
આ યાદીમાં બીજું નામ મીરા બોરવણકર નું છે. જણાવી દઈએ કે તેઓ વર્ષ 1981ના બેચના IPS ઓફિસર છે. જો વાત તેમના પરિવાર અંગે કરીએ તો તેમનો પરિવાર પંજાબી છે. જો વાત તેમના અભ્યાસ અંગે કરીએ તો તેમણે જલંધરથી ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું. જણાવી દઈએ કે લોકો તેમને ‘લેડી સુપરકોપ’ તરીકે ઓળખે છે. આ ઉપરાંત જો વાત તેમની ઉપલબ્ધીઓ અંગે કરીએ તો જણાવી દઈએ કે દાઉદ ઈબ્રાહિમ અને છોટા રાજનની ગેંગના સભ્યોની ધરપકડ કર્યા બાદ મીરા ચર્ચામાં આવીયા હતા. ઉપરાંત તેમણે જલગાંવમાં 1994ના સેક્સ સ્કેન્ડલમાં સંડોવાયેલા લોકોની પણ ધરપકડ કરી હતી. જણાવી દઈએ કે બોલિવૂડ ફિલ્મ ‘મર્દાની’ પણ તેની કારકિર્દી જીવન પર આધારિત છે.
આ યાદીમાં આગળ સંજુક્તા પરાશરનો નું નામ પણ સામેલ થાય છે તેમનો જન્મ 3 ઓક્ટોબર 1979ના રોજ થયો હતો. તેમણે વર્ષ 2006 બેચની IPS ઓફિસર છે. જો વાત તેમના જન્મ અંગે કરીએ તો તેમનો જન્મ આસામમાં થયો હતો. આ ઉપરાંત જણાવી દઈએ કે તેઓ આસામ રાજ્યના પ્રથમ IPS અધિકારી છે, અને આસામના બોડો આતંકવાદીઓ સામેની લડાઈમાં તેની ભૂમિકા બાદ તે ચર્ચામાં આવી હતી.
આ યાદીમાં રોશન જેકબનો નો પણ સમાવેશ થાય છે. જણાવી દઈએ કે તેમનો જન્મ 25 ડિસેમ્બર 1978ના રોજ થયો હતો. તેઓ કેરળના છે. અને હાલમાં તેઓ યુપીના ગોંડા જિલ્લાના જિલ્લા મેજિસટ્રેટ છે.
આ ઉપરાંત જો વાત વંદના પ્રેયાસી અંગે કરીએ તો તેઓ વર્ષ 2003 બેચના IPS ઓફિસર છે. જો વાત તેમના અભ્યાસ અંગે કરીએ તો તેમણે દિલ્હી માં પોતાનો અભ્યાસ પૂરો કર્યો છે. અને વર્તમાન માં તેઓ બિહારના સિવાન જિલ્લાની મેજિસ્ટ્રેટ છે. તેમનો જન્મ 21 ફેબ્રુઆરી 1974ના રોજ બિહારમાં થયો હતો. તે બિહારની તમામ મહિલાઓ માટે પ્રેરણા છે