ખેતી કરો તો સેવાભાવી અરવિંદભાઇ પટેલ જેવી ! ફક્ત 10 વર્ષના હતા ત્યારથી શરૂ કરી ખેતી આજે આટલી સંપત્તિ ઉભી કરી કે તમારી આંખો ફાટી જશે…
આપણે જાણીએ છે કે, એક ખેડૂત ઈચ્છે તો જમીનમાંથી પણ સોનું કાઢી શકે છે. આજે અમે આપને એવા જ ખેડૂત વિશે જણાવીશું. વડોદરા નજીક આવેલા ભાયલી ગામના ખેડૂત 60 વર્ષીય અરવિંદ પટેલએ ખેતીમાંથી પોતાનો પેટ્રોલ પંપ અને હોટલનો વ્યવસાય ચલાવે છે. આ છે ખેતીની શક્તિ. કહેવાય છે ને જમીન એ મા છે અને તેનું જતન કરીએ તો તેનું ઋણ અમૂલ્ય મળે છે.
ચાલો અમે આપને અરવિંદભાઈ પટેલની પ્રેરણાદાયી કહાની વિશે જણાવીએ. ભાયલી ગામના ખેડૂત 60 વર્ષીય અરવિંદ પટેલ કે જ્યારે તેઓ ફક્ત 10 વર્ષના જ હતા. ત્યારથી ખેતી કરતા આવ્યા છે. પિતા પાસેથી ખેતી શીખીને પોતાના ખેતરમાં તમાકુ, કપાસ, ડાંગર, ઘઉંની ખેતી કરતા. મજૂરોની તકલીફ પડવાને કારણે ડાંગર અને ઘઉંની ખેતીની સાથે બાગાયતી ખેતી તરફ વળ્યા છે જેમાં સરગવો, લીંબુ, અને નીલગીરીની ખેતી કરી રહ્યા છે.
તમને જાણીને આશ્ચય થશે કે, અરવિંદભાઈ પાસે માત્ર 32 વીઘા જમીન છે અને તેમણે સરગવાનું વાવેતર કર્યું છે. ડ્રીપ પદ્ધતિનો ઉપયોગ અરવિંદભાઈ પોતાના ખેતી કામમાં કરી રહ્યા છે.અરવિંદભાઈ પોતાના પાક માટે જાતે જ ખાતર બનાવે છે. જેમાં ખાસ કરીને ખાતર બનાવવા માટે આંકડો, લીમડો, આંબાના પાન જેવી પાંચ છ વસ્તુઓ ભેગી કરી અને મિક્સ કરી દેવામાં આવે છે. એમાં થોડું પાણી નાખી કોહડાવામાં આવે છે. બધું કોહવાઈ જાય પછી ધીમે ધીમે કાઢી એને લિક્વિડ જેવું રાખીને પાણી સાથે છોડે છે.
જેના લીધે ખેતીમાં વૃદ્ધિ સારી થાય છે. બહારથી લાવેલા ખાતરનો કોઈપણ પ્રકાર ઉપયોગ કરતા નથી. ફક્ત છાણ્યું ખાતર જ ઉપયોગમાં લે છે.અરવિંદભાઈ ખેતી ઉપર જ નિર્ભર હતા અને ધીરે ધીરે આર્થિક રીતે સધ્ધર બનતા ગયા. ખેતીની સાથે સાથે ભાયલી ગામની નજીક પોતાની જમીન ઉપર પેટ્રોલ પંપ વસાવ્યો, 100 રૂમની હોટલ બનાવી અને એક પાર્ટી પ્લોટ પણ છે. અને ખેતરમાં જ મોટું મકાન બનાવીને રહે છે. ખેતીની સાથોસાથ તેઓ છેલ્લા સાત આઠ વર્ષથી હવાંકળ સેવા કેન્દ્રમા પ્રમુખ છે.
આ મંડળ દ્વારા ગામમાં જે ગરીબ અને મધ્યમ વર્ગીય લોકો હોય એમની દીકરીઓને પરણાવવામાં આવે છે અત્યાર સુધી મેં 55 થી 60 દીકરીઓને પરણાવી છે. ગરીબ બાળકોને ચોપડા આપવા, તેમની શિક્ષણ ફી ભરવી, ગણવેશ અને દફતર સહિત આખા વર્ષનું સ્ટેશનરીની વસ્તુઓ આપે છે. તથા કોરોનાકાળમાં એક વર્ષ સુધી 200 થી 300 લોકોને ટીફીનસેવા આપી હતી. ખાસ વાત એ છે કે અરવિંદભાઈ પટેલનું માનવું છે કે, ભગવાને આપ્યું છે તો તેનો સદુપયોગ થાય.