ચોટીલા માં ચામુંડાના દર્શને જાવ તો સુરેન્દ્રનગરની આ જગ્યાઓએ જવાનું નહિ ભૂલતા !! એકથી એક ફરવાલાયક સ્થળો…જાણો લિસ્ટ
ચોટીલા માં ચામુંડા ધામને આપ સૌ કોઈ જાણતા જ હશો, આખા ગુજરાતની અંદર આ મંદિર એટલું બધું પ્રખ્યાત છે કે લોકો અહીં દૂર દૂરથી આવે છે અને ખુબ વધારે ભક્તોની ભીડ 365 દિવસ રહે છે, એમાં નવરાત્રીના દિવસોમાં તો અહીં ભક્તોની ખુબ ભારે ભીડ રહેતી હોય છે. અહીં એવા પણ અનેક શ્રદ્ધાળુઓ હોય છે જે બીજા રાજ્યોમાંથી પણ અહીં માતાજીના દર્શનાર્થે આવતા હોય છે, એવામાં આજના આ લેખના માધ્યમથી અમે તમને ચોટીલા બાજુના અનેક ફરવાલાયક સ્થળો વિશે માહિતી આપવાના છીએ.
જો મિત્રો તમે સુરેન્દ્રનગર જાવ તો સૌ પ્રથમ ચોટીલા ચામુંડ માતાજીના મંદિરે જજો. માં ચામુંડાનું આ ખુબ જ સરસ મંદિર ઉચ્ચ પર્વત પર આવેલ છે, અંદાજિત રીતે કહેવામાં આવે તો આ માં ચામુંડાનું આ મંદિર 1250 ઊંચી પહાડી પર આવેલ છે, અમદાવાદથી 50 કિમિ તો રાજકોટથી ફક્ત 40 માઈલની દુરીએ આ મંદિર આવેલ છે.
ઘણા એવા લોકો છે જેને લાગે છે કે સુરેન્દ્રનગરની અંદર ફક્ત ચોટીલા જ ફરવાલાયક છે પરંતુ મિત્રો સુરેન્દ્રનગરમાં બીજા પણ અનેક સ્થળો છે જે જોવાલાયક છે, આ ખાસ સ્થળની અંદર વણીન્દ્રા ધામ છે જે પોઇચાના નીલકન્ઠધામનો જ એક બીજો ભાગ છે તેમ કહી શકાય, આ મંદિરની સૂરચના તથા સુંદરતા એટલી છે કે લોકો અહીં જવાનું ખુબ પસંદ કરે છે, આ મંદિર સ્વામીનરાયણ ભગવાનનું છે.
ચોટીલા ચામુંડ માના મંદિર તથા વણીદ્રા ધામ બાદ સુરેન્દ્રનગરની અંદર ત્રીજું ફરવાલાયક સ્થળ ત્રિમંદીર છે જે લિલ્લા હર્યા ભર્યા બગીચાથી ઘેરાયેલું આ અનોખું મંદિરમાં હાલ રોજબરોજ અનેક ભક્તો આવે છે અને ભગવાનના દર્શન કરે છે અને અહીં આવેલ મંદિરના પુરુષપર્મ પૂજ્ય દાદા ભગવાનની માહિતી વાળું મ્યુઝિયમ અને મીની થિયેટર આવેલ છે જ્યા વર્ષે 30 હજાર લઇ શકે છે.
સુરેન્દ્રનગરના વઢવાણમાં આવેલ હવામહેલ પણ એક સારું ફરવાલાયક સ્થળ છે જ્યા એક વખત તો જવા જેવું છે જ.આ હવામહેલ સુરેન્દ્રનગરથી 7 કિમિના અંતરે આવેલ છે.