સોમનાથ જતા તો હશો પણ આ મંદિરનો ખાસ ઇતિહાસ તમે જાણતા જ નહીં હોવ, પેહલા આવું દેખાતું મંદિર… જુઓ તસ્વીર
સોમનાથનું મંદિર વિનાશ પર સર્જનનું પ્રતિક છે. આજે અમે આપને સોમનાથ મંદિર વિશે ની ખાસ વાત જણાવીશું જેના વિશે તમે જાણતા પણ નહીં હોય.તમને જાણીને નવાઈ લાગશે કે , સોમનાથનું પહેલું મંદિર આશરે 2000 વર્ષ પહેલાં મધ્ય કાલીન યુગમાં અસ્તિત્વમાં હતું.
સૌથી ખાસ વાત એ છે કે, ઈ.સ. 649ની સાલમાં વલ્લભીવંશના શાસક રાજા મૈત્રકે પહેલા મંદિરના નિર્માણ પહેલાં સ્થાને બીજુ મંદિર બનાવ્યું હતું.
ઇતિહાસ પ્રમાણે કહેવાય છે કે, માળવાના ભોજ પરમારે અહીં મંદિર બંધાવ્યું હતું. આ મંદિર 13 માળ ઊંચું હતું જેના દ્વાર હીરાજડિત હતા. તેની ઉપર 14 સુવર્ણ કળશો વિરાજમાન હતા. તેની ઊંચે ફરકતી ધજાથી નાવિકો તેને સોમનાથનું મંદિર ધારી તે તરફ વહાણો હંકારતા અને સોમનાથ મંદિરનું નિર્માણ કાર્ય અનેકવાર થતું રહ્યું.
સૌથી રસપ્રદ વાત એ છે કે, મુસ્લીમ શાશક મહેમુદ ગઝનવી, સુલતાન મુઝ્ઝફરખાન ઉપરાંત ઔરંગઝેબ વિગેરે દ્વારા છ વખત આક્રમણ કરવામાં આવ્યું હતું અને સોમનાથના મંદિરનો નાશ કરેલ પરંતુ સૌરાષ્ટ્ર એ ધરતી છે, જ્યાં વિનાશ પણ સર્જન નું રૂપ લે છે.
ભારતના ઘડવૈયા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરના પુનઃનિર્માણની પ્રતિજ્ઞા કરી અને સાતમી વખત મૂળ જગ્યા પર મંદિરનું નિર્માણ થયું. 11મે 1951ના દિવસે જયારે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી અને એ દિવસ અતિ ભવ્ય અને દિવ્ય હતો, તે દિવસથી આજ દિવસ સુધી સોમનાથનું મંદિર અડીખમ ઉભું છે.
મંદિરની ખાસ વાત જાણીએ તો આ સોમનાથ મહાદેવની સ્થાપના ચંદ્ર દેવે કરી તેમજ સોમનાથ ની સમીપે આવેલ ત્રિવેણી સંગમ પાસે શ્રી કૃષ્ણ ભગવાને વૈકુંઠ ધામ ગમન કર્યું. શેષનાગ અવતાર બલરામજી એ પણ અહીંથી વૈકુંઠ ધામ તરફ ગમન કર્યું અને સોમનાથ પરશુરામ ભગવાનની તપોભૂમિ છે તેમજ સોમનાથ મંદિરમાં બાણ સ્તંભ આવેલ છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત નો આવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.