મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલનો સમય ડિજીટલ સમય છે. આજના સમયમાં વિજ્ઞાન અને ટેકનોલોજીએ ઘણી પ્રગતિ કરી લીધી છે. અને એવી અનેક શોધ કરવામાં આવી છે કે જેના કારણે માનવ જીવન સરળ બને. જો કે આપણે સૌ જાણીએ છિએ કે દરેક વસ્તુના બે પહેલું હોઈ છે. એક ખરાબ તો બીજો સારો.
હાલની ટેકનોલોજી પણ સર્જન અને વિનાશ બંને પ્રકારની તાકત ધરાવે છે. જોકે તેનો આધાર ઉપયોગ કરનાર વ્યક્તિ પર રહેલો છે. આપણે સૌ જાણીએ છિએ કે આજની ટેકનોલોજી ના ઉપયોગ દ્વારા અનેક અનિચ્છનિય કર્યો પણ થયા છે કે જે ઘણી વખત માઠા પરિણામો પણ લાવે છે.
હાલમાં આવો જ એક પ્રશ્ર્ન ઍલન મસ્ક સામે પણ છે કે જ્યાં એક 19 વર્ષના વિધાર્થી દ્વારા ઍલન મસ્ક ને તકલીફ નો સામનો કરવો પડી રહ્યો છે. આપણે સૌ જાણીએ છિએ કે ઍલન મસ્ક વિશ્વના ધનિક વ્યક્તિઓ પૈકી એક અને ઈલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાના સીઇઓ છે. જોકે હાલમાં તેમને એક વિધાર્થી પરેશાન કરી રહ્યો છે.
મિત્રો આ 19 વર્ષીય અને કોલેજમાં ભણતા યુવક નું નામ જેક સ્વેની છે. કે જે ફલોરીડા યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે જણાવી દઈએ કે જેક સ્વેનીએ એક @ElonJet નામની ટ્વિટર બોટ બનાવી છે. કે જે એલન મસ્કનું ખાનગી જેટ કઈ જગ્યાએ જઈ રહ્યું છે, તેની માહિતી જાહેર કરે છે.
જો કે પોતાના સુરક્ષા કારણો સર એલન મસ્ક દ્વારા જેક સ્વેનીને તેમના ખાનગી જેટ અંગેની માહિતી જાહેર થતી બંધ કરવા માટે 5,000 ડોલર આપવાની ઓફર કરી હતી. જોકે જણાવી દઈએ કે સ્વેની દ્વારા આ ઓફરને ઠુકરાવવામા આવી હતી અને 50,000 ડોલર ની માંગણી કરવામા આવી હતી.
જો વાત કરીએ કે જેક સ્વેની આ નાણાં ની માંગણી શા માટે કરે છે ? તે અંગે તો જાણવી દઈએ કે આ નાણાં ની મદદથી સ્વેની ટેસ્લા ની મોડલ 3ને ખરીદવા માંગે છે. ઉપરાંત આ નાણાં નો ઉપયોગ તે પોતાની કોલેજની ફી ભરવા માટે કરવા માંગે છે.
જણાવી દઈએ કે હાલમાં આ જેક સ્વેની નામના સ્ટુડન્ટે એલન મસ્ક ઉપરાંત બિલ ગેટ્સ અને જેફ બેઝોસ સાથો સાથ માર્ક ક્યુબેન અને રેપર ડાર્કને ટ્રેક કરતી આવી ટ્વિટર બોટ પણ બનાવી છે. જોકે સ્વેનીની ક્રિએટીવિટી જોતા સ્ટારટોસ, જેટ ચાર્ટડ ઈન્કે જેક સ્વીનીને જોબ ઓફર કરી હતી.