જામનગરમાં પતિએ પોતાની પત્ની હત્યા કરીને પોતે પણ આપઘાત કરી લીધો ! પૂરી ઘટના જાણી રુવાડા બેઠા થઇ જશે…
જામનગરના કનસુમરા ગામનો હૈયું કંપાવી દે તેવો બનાવ સામે આવ્યો છે, સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, પતિએ કુહાડી વડે પત્ની પર હુમલો કરી ઘાતકી હત્યા કરી નાખી અને સૌથી ચોંકાવનાર વાત એ કે, પત્નીની હત્યા કર્યાં બાદ પણ પોતે પણ જીવન ટૂંકાવી લીધું.
આવો ખૂની ખેલ શા માટે ખેલાયો તે અંગે વધુ વિગતવાર માહિતી અમે આપને જણાવીએ. ઇટીવી ભારતના અહેવાલ પ્રમાણે જાણવા મળ્યું છે કે મૂળ મઘ્યપ્રદેશના જાંબુઆ જિલ્લાના હીડીબડીના વતની અને હાલ જામનગર તાબેના કનસુમરા પાટીયા પાસે ઝૂંપડા માં રહેતા કલાભાઇ ખરાડીએ દોઢેક વાગ્યાના સમયે પોતાની પત્ની જેતરીબેન પર તીક્ષ્ણ પદાર્થથી જીવલેણ હુમલો કરી માથા તથા અલગ જગ્યાએ ચાર ઘા ઝીંકી હત્યા કરેલ.
આ બનાવના પગલે વિજય નેવા ખરાડીએ આરોપી નેવા કલા ખરાડી સામે ફરિયાદ નોધાવેલ. આ ફરિયાદમાં તેમને જણાવ્યું કે, આરોપીને તેમના પત્ની પર શંકા હતી કે, તેમના વતનમાં કોઈ અન્ય પુરુષ સાથે તેના આડા સંબંધો છે. આ બાબતે અવારનવાર બંને વચ્ચે તકરાર અને ઝઘડા થતા હતાં, દરમિયાન આ બાબત મનમાં રાખીને આરોપી નેવાભાઇએ રાત્રીના પોતાની પત્નીનું ઢીમ ઢાળી દીધું હતું.
સૌથી ચોંકાવનારી વાત એ છે કે, પત્નીની હત્યા બાદ આરોપીએ ઘટના સ્થળેથી થોડી દૂર ઇલેક્ટ્રિક થાંભલા પર ખાટલો ભરવાની સુતરની પટ્ટી વડે આપઘાત કરી લીધો હતો.પોલીસે આ ઘટના અંગે ફરિયાદ નોંધીને બંનેના મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યા હતાં અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતનો અવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.