પ્રેમ-પ્રકરણ માં એક મિત્ર એ તેના જ મિત્ર ને મોત ને ઘાટ ઉતારી દીધો. સામે આવ્યું મોટું કારણ…
પ્રેમ-પ્રકરણ માં હત્યા થવાના કિસ્સાઓ આજકાલ ગુજરાત માંથી ખુબ જ સામે આવી રહ્યા છે. પ્રેમ-પ્રકરણ માં હત્યા નો ફરી એક કેસ રાજકોટ જિલ્લા માંથી સામે આવ્યો છે. જેમાં પત્ની નું ચક્કર ચાલતું હોય તેના પતિ એ પ્રેમી ને મોત ને ઘાટ ઉતારી દીધો હતો. પતિ નો મિત્ર જ બીજા મિત્ર ની પત્ની ના પ્રેમ માં હતો. એવામાં પતિ ને આ વાત ની જાણ થતા મિત્ર ને જ મોત ને ઘાટ ઉતારી દીધો હતો.
વધુ વિગતે જાણવા મળ્યું કે, રાજકોટ શહેર ના 150 ફૂટ રિંગ રોડ પર ના નાણાવટી ચોક નજીક ના નંદનવન સોસાયટી માં બે મિત્રો નજીક નજીક માં જ રહેતા હતા. જેમાં આરોપી હુસેન દલવાણી ની પત્ની હુસેન ના જ નજીક ના મિત્ર અખ્તર નામના યુવાન ના પ્રેમ મા હતી. રાત્રી ના સમયે હુસેન ની પત્ની એ અખ્તર ને નોકરી માંથી છૂટ્યા બાદ મળવા બોલાવ્યો હતો. અખ્તર પાયક મંડપ સર્વિસ માં કામ કરતો હતો.
અખ્તર અને હુસેન ની પત્ની નંદનવન સોસાયટી માં બેઠા હતા. તે સમયે હુસેન દલવાણી પોતાની બાઈક લઈને ત્યાં બંને ની સામે આવી પહોંચ્યો. હુસેન ના ગુસ્સા નો પાર નોતો. હુસેને અખ્તર ને પકડી ને ધડાધડ છરી ના ઘા ઝીકી દીધા હતા. આ જોઈ ને હુસેન ની પત્ની બુમાબુમ કરવા લાગી હતી. પરંતુ હુસેન ત્યાંથી નાસી છૂટ્યો હતો. જાણવા મળ્યું કે મરનાર અખ્તર ના પિતા નથી. અને તે માતા સાથે રહેતો હતો.
આ બાબત ની જાણ પોલીસ ને તથા જ યુનિવર્સીટી પોલીસ, એસ.ઓ.જી ની ટિમ હુસેન ને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. અને ગુનો નોંધ્યો હતો. ત્યારબાદ અખ્તર ની લાશ ને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ મામલા ની જાણ આજુબાજુ રહેતા લોકો ને થતા ભારે ચકચાર અને ડર નો માહોલ લોકો માં જોવા મળ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!