લગ્ન કર્યા ના માત્ર સાત દિવસ માં જ યુવકે જીવન ટૂંકાવ્યું લગ્ન બાદ એવું થયું કે….
આજના જમાનામાં આપઘાત ના કિસ્સાઓ ખુબ જ બહોળા પ્રમાણમાં સામે આવે છે. ક્યારેક એવી ઘટના લોકો સાથે બનતી હોય છે કે કઈ જ રસ્તો ન જડતા તે અંતે મોત ને વ્હાલું કરી લે છે. આજના યુગમાં સોશિયલ મીડિયા મારફતે ઘણી બધી ઘટનાઓ સામે આવતી હોય છે. અને જેમાં લોકો આપઘાત કરતા પરિવાર ને માથે મહામુસીબતો આવી પડે છે.
પ્રેમ પ્રકરણ માં ખાસ એવી ઘટના બનતી હોય છૅ કે ક્યારેક એવા કારણોસર અંતે પ્રેમીપંખીઓ આત્મહત્યા કરી બેસતા હોય છે. એવી જ એક ઘટના સામે આવી છે. આખી ઘટના ઇન્દોર ની સામે આવી છે. જેમાં એક શીખ વિદ્યાર્થી એ આપઘાત કરી લીધો છે. આખી ઘટના ની તપાસ કરતા જાણવા મળ્યું કે આ ઘટના પ્રેમ પ્રકરણ ની છે અને યુવક યુવતી એ લગ્ન પણ કરી લીધા હતા.
ભંવરકૂવાના એ.એસ.આઈ રામસ્વરૂપ ગેહલોતે જણાવ્યું કે હરમલ સિંહ નામનો શીખ યુવક પિપલ્યારાવ ના રહેવાસી સોહનસિંહ નો પુત્ર છે. તે ઇન્દોર માં અભ્યાસ કરતો હતો.તે ઇન્સ્ટાગ્રામ મારફતે એક યુવતી સાક્ષી ની સાથે મિત્રતા થઇ ત્યારબાદ બન્ને એ મળવાનું નક્કી કર્યું અને પહેલી જ મુલાકાત માં પ્રેમ થઇ ગયો અને બાદ માં લગ્ન કરી લીધા હતા.
સાક્ષી ના પિતા નથી અને તેની માતા ને વાત કરતા માતા લગ્ન માટે રાજી થઇ ગયા હતા. પરંતુ હરમલ ના પીતા આ લગ્ન થી રાજી ન હતા. બાદ માં હરમાળ આ વાત થી ખુબ જ ડિપ્રેસન માં આવી ગયો હતો. હરમલ ના પિતા એ બન્ને ને ઘર માં રહેવાની ના પાડી દીધી હતી. અને બાદ યુવકે આવું પગલું ભર્યું હતું. આમ પ્રેમ પ્રકરણ માં ખાસ એવી એવી ઘટનાઓ સામે આવતી હોય છે કે તેમાં અણધાર્યું પરિણામ મળતું હોય છે.