જામનગર માં નીકળેલ તાજિયા જુલૂસ માં વીજ કરંટ થી 2-ના મોત થતા મુસ્લિમ સમાજ માં શોક નું મોજું..જયારે અન્ય 10…
ભારતમાં અનેક સમાજના લોકો વસવાટ કરે છે. દરેક સમાજના લોકોને પોતપોતાના ધર્મ પાળવાનો અને પ્રચાર કરવાનો સંપૂર્ણ અધિકાર છે. દરેક સમાજના લોકો પોત પોતાના તહેવારો ધામધૂમથી ઉજવતા હોય છે. હાલ ભારતમાં હિન્દુ લોકોનો પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. તો મુસ્લિમ સમાજના લોકો માં તાજીયા નો તહેવાર ચાલી રહ્યો છે. એવામાં જામનગર થી એક ગોઝારી ઘટના સામે આવી છે. જેમાં તાજ્યાના જુલુસમાં એક સાથે 12 લોકોને વીજ કરંટ લાગવાથી બે લોકોના મૃત્યુ નીપજી ચૂક્યા છે.
જ્યારે અન્ય લોકો હાલ સારવાર હેઠળ છે. વધુ વિગતે જાણીએ તો જામનગરના ધરાનગર બે માં જ્યાં તજ્યા ના જુલુસમાં લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આ દરમિયાન 12 લોકો ને વિજ કરંટ લાગ્યો હતો. જેમાંથી બે લોકો મૃત્યુ પામ્યા હતા. જ્યારે બે અન્ય 10 લોકોને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણ થતા હિન્દુ અને મુસ્લિમ સમાજના મોટા ભાગના લોકો હોસ્પિટલ એકઠા થઈ ગયા હતા. બનાવની જાણ પોલીસને થતા જામનગર જિલ્લા પોલીસના વડા પ્રેમસુખ ડેલુ અને શહેરના ડીવાયએસપી જયવીર સિંહ ઝાલા સાથે ઉચ્ચ અધિકારી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા.
જાણવા મળ્યું કે, તાજિયા 11 કેવીના જીવંત વાયરને સ્પર્શી ગયા હતા. જેથી તાજિયાની નજીક રહેલા 12 યુવાનને વીજ-કરંટ લાગ્યો હતો. જેમાં બે લોકોને હાલત હજુ પણ ગંભીર જાણવા મળી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી બાર લોકો પૈકી બે લોકોના મૃત્યુ થયા. તે લોકોના નામ આસિફ યુનુસભાઈ મલેક ઉંમર વર્ષ 23 અને મહંમદ વાહીદ ઉંમર વર્ષ 25 જાણવા મળ્યું હતું. જ્યારે અન્ય લોકો હાલ સારવાર હેઠળ છે.
સોમવારે રાત્રે તાજ્યા ના જુલુસમાં આ ઘટના બની હતી. સોમવારે રાત્રે તજ્યા નીકળ્યા બાદ બીજા દિવસે માતમ મનાવવામાં આવે છે. પરંતુ માતમ મનાવવામાં આવે તે પહેલા જ મુસ્લિમ સમાજના લોકોમાં શોક નું મોજુ ફરી વળ્યું હતું. આ ઘટનાને લઈને મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. અને આજુબાજુના વિસ્તારોમાં ભારે ચકચાર થવા પામી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!