ખરેખર હો બાકી આ યુવકના જેટલાં વખાણ કરો એટલા ઓછા!! પાણીના પ્રવાહમાં ગાયનું વાંછરડું ડુબતું હતું તો યુવક કૂદી પડ્યો અને… જુઓ
હાલમાં સોશિયલ મીડિયા પર અવનવા પૂર ના વિડીયો જોવા મલી જાય છે જેમાં ઘણીવાર ઘરમાં પાણી ભરાઈ જવાના વિડીયો જોવા મળી જાય છે.તો ઘણીવાર ગાડીઓના તણાઇ જવાના વિડીયો પણ સામે આવતા હોય છે.આમ તો કહેવાય છે ને કે ‘ રામ રાખે તેને કોણ ચાખે ‘ આ કહેવત અહી સાચી સાબિત થઈ છે. આપણે સોશિયલ મીડિયા પર ઘણા વિડીયો જોતાં હોઈએ છીએ તેમાં ઘણા વિડીયો રમૂજી તો ઘણા એવા વિડીયો જોવા મળી જતાં હોય છે કે જે જોઈને ભગવાન યાદ આવી જતાં હોય છે અને હોશ ઊડી જતાં હોય છે.
ત્યારે હાલમાં પુરના ઘણા વિડીયો જોવા મળી જાય છે જેમાં માસૂમ જાનવરો પણ પાણીમાં તણાઇ જતાં હોય છે ત્યારે ભગવાન પણ મદદ માટે કોઈના કોઈ વ્યક્તિને આવશ્ય મોકલી દેતા હોય છે. ઘણીવાર મનુષ્યો યમરાજા ને હાથ ટાળી આપીને પોતાનો જીવ બચાવીને પાછા આવતા ના વિડીયો પણ જોવા મલી જાય છે ત્યારે આવો જ એક લોકોના હોશ ઉડાવી દેનાર વિડીયો સામે આવી રહ્યો છે જેમાં એક ગાયનું વાછરડું ધોધમાર પાણીમાં જય પહોચે છે અને અચાનક જ પાણીના વહેલમાં ડૂબવા લાગી જાય છે .
ત્યારે એક યુવાન મસીહા બનીને આવે છે અને આ વાછરડા ને બચાવતો નજર આવી રહ્યો છે. વાસ્તવમાં વાઇરલ થઈ રહેલ આ વિડિયોમાં તમે જોઈ શકો છો કે એક ગાયનું વાછરડું પાણીની નજીક થી ચાલીને જય રહ્યું હોય છે ત્યારે જ અચાનક વાછરડાનો પગ લપસી જતાં તે પાણીના ધોધમાર પ્ર્વાહમાં પડી જાય છે અને ડૂબવા લાગી જાય છે ત્યારે જ એક યુવાન વાછરડાને આમ ડૂબતાં જોઈને પોતાના જીવની પરવાહ કર્યા વિના પાણીમાં કૂદી જાય છે અને આ વાછરડા ને બચાવવાના પ્રયત્નો કરવા લાગી જાય છે .
પહેલા તો ગાયનું વાછરડું હાથમાં રહેતું નથી પરંતુ ત્યાર પછી આ યુવાન ગાયના વાછરડા ના એક પગને પકડી રાખે છે અને ત્યાર બાદ અન્ય એક યુવાન પણ પાણીમાં પડેલ યુવાન ની મદદ કરવા માટે આવી પહોચે છે અને વાછરડા તથા યુવાનને બચાવી લેવામાં આવે છે. ખરેખર આ યુવાનની હીમતને સલામ કરવી જોઈએ કે જેને પોતાના જીવનને જોખમ માં મૂકીને એક મૂંગા જાનવરનો જીવ બચાવ્યો. હાલમાં તો આ વિડીયો ઇન્સત્રાગરમ હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે. જેને જોઈને લોકો આ દયાળુ અને હીમતવાન યુવાન ના વખાણ કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
View this post on Instagram