It ના દરોડા મા એટલા રુપીયા મળ્યો કે જાણી ને તમારી આખો ફાટી રહી જાશે
મિત્રો આપડે અનેક વખત ઘણા ગોટાળા વિશે વાચ્યુ અને માહિતી પણ મેળવી હશે આપડે અનેક વ્યક્તિઓ કે જેમના નામે આવા ગોટાળા છે તેમને પણ જાણીએ છીએ લોકો અનેક રીતે ગોટાળા કરે છે કોઈ ખોટી લોનો લઇ તો કોઈ કરચોરી અનેક રીતે લોકો આવા મોટા મોટા નાણાકીય વ્યહારો છુપાવે છે અને ખુબ મોટો આર્થિક ફાયદો મેળવે છે. જેને કાળું નાણું તરીકે ઓળખાઈ છે.
આવા બદમાશ લોકો ને પકડવા સરકારની અનેક સંસ્થાઓ કાર્યરત છે.જેમાંથી એકનું નામ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેક્સ એટલેકે સીબીડીટી છે. જેનું કામ આવા બેનામી ધંધાને ઉજાગર કરવાનું છે. તાજેતર માં જ સીબીડીટી એ હૈદરાબાદની એક ફાર્મ કંપની હેટેરો પર દરોડા પાડિયા જેમાંથી તિજોરી ભરીને નાણું નીકળ્યું. આ કંપની દેશ ની સાથો-સાથ અલગ અલગ 50 થી વધારે દેશો માં પોતાની ઉત્પાદન ની નિકાસ કરે છે.
કોરોના કાળમાં તેમણે અનેક કરારો કારિયા અને અલગ અલગ દવાઓ જેવીકે રેમડેસીવીર અને ફેવીપીરાવીર જેવી ઘણી દવાઓ ના વિકાસ માટે તે જાણીતી બની છે. તેમના ઉત્પાદન કેન્દ્રો ની વાત કરીએ તો ભારત સહીત ચીન, રશિયા, ઇજિપ્ત, મેક્સિકો અને ઈરાન માં 25 થી વધુ ઉત્પાદન કેન્દ્રો છે. આવકવેરા વિભાગ એ હોટેરો કંપની ની ઓફિસ પર દરોડા પાડિયા. જ્યાં તેમને 142.87 કરોડ રોકડ રકમ મળી.
આ ઉપરાંન્ત રૂપિયા 550 કરોડની બેનામી કમાણી પણ મળી, એટલે કે તેમને આ કમાણી ને લગતા કોઈ વ્યવહાર જ માળીયા નહિ. આ સમગ્ર ઘટના પર સીબીડીટી એ જણાવ્યુ કે ” આ છાનવીન દરમિયાન હેટેરો કંપની ના ઘણી બધી બેન્ક માં ખાતા વિશે માહિતી મળી. આ ખાતાઓ પૈકી 16 ખાતા ચાલુ છે. જયારે 142.87 કરોડ ની હિસાબ વગર ની રોકડ રકમ મળી આવી.સીબીડીટી એ જણાવ્યુ કે તેઓએ વધુ તાપસ હાથ ધરી છે. સીબીડીટી નું કાર્ય આવકવેરા વિભાગ માટે નીતિ બનાવવાનું છે.
સીબીડીટી એ જણાવ્યુ હતું કે આ કંપની પોતાનો મોટા ભાગનો નિકાસ અમેરિકા, દુબઇ આફ્રિકા અને યુરાપના દેશો માં કરે છે. વળી સીબીડીટી ને ગુનો સાબિત કરતી ડિજિટલ મીડિયા, પેન ડ્રાઈવ, અને અનેક દસ્તાવેજો પણ મળી આવિયા છે. તમને જણાવી દઈએ કે હાલમાંજ આ કંપની એ ભારત માં કોરોના માટે ની વેક્સીન સ્પુતનિક વી ના નિર્માણ માટે રશિયા સાથે ડાયરેક્ટ ઈન્વેટમેન્ટ ફંડ સાથે કારાર કર્યો છે.