મીનાક્ષી દવે ના પરિવાર માટે હતું સ્વપ્ન ! આ સ્થળે થઇ હતી પ્રથમ મુલાકાત બાદ મા મળી આંખ. ખજુરભાઈ ના માતા ને તો,
ગુજરાતના યુવાન વ્યક્તિ લોકસેવામાં કાર્યરત ખજૂર ભાઈ એટલે નીતિન જાની. આજે અમે તમને ખજૂર ભાઈ ની મંગેતર મીનાક્ષી દવે ના પરિવાર વિશે તેના ગામ વિશે અને નીતિનભાઈ અને મીનાક્ષી દવેની લવ સ્ટોરી વિશે થોડી ઘણી વાત જણાવીશું. નીતિનભાઈ ની મંગેતર મીનાક્ષી દવે અભિનેત્રી કે ગાયિકા નથી. પરંતુ એક સામાન્ય ઘરની દીકરી છે.
વાત કરીએ તો મીનાક્ષી દવે ના પિતા કિશોરભાઈ દવે સિંચાઈ ખાતામાં નોકરી કરે છે. તેમના માતા અરુણાબેન હાઉસવાઈફ છે. મીનાક્ષી દવેને ત્રણ મોટી બહેનો અને એક નાનો ભાઈ છે. બે મોટી બહેનના લગ્ન થઈ ચૂક્યા છે ત્રીજી બહેન ની સગાઈ થઈ છે તો તેમનો નાનો ભાઈ બીકોમ ના ત્રીજા વર્ષમાં ભણે છે. મીનાક્ષી દવે સાવરકુંડલા ના દોલત ગામની વતની છે. મીનાક્ષી દવે એ બી ફાર્મા કરેલું છે અને તે અમદાવાદમાં કેડીલા ફાર્મા કંપનીમાં નોકરી કરી રહી હતી.
પરંતુ તેમની માતાની તબિયત સારી ન હોવાને કારણે તે માતાની સેવામાં રહેવા લાગ્યા. વાત કરીએ બંનેની તો નીતિનભાઈ જાની એકવાર સાવરકુંડલાના દોલત ગામે અંધ દાદીમાં રાજીમા નું ઘર બનાવવા આવ્યા હતા અને મીનાક્ષી દવે નું ગામ પણ તે જ હતું. મીનાક્ષી દવે અને તેનો પરિવાર ખજૂર ભાઈને આમ તો ઓળખતા હતા અને તેમના સેવા કાર્યથી પણ વાકેફ હતા.
મીનાક્ષી દવેના કાકા રાજીમાના ઘરની આસપાસ રહેતા હતા. નીતિનભાઈ જાની ત્યાં આવેલા છે. આથી મીનાક્ષી દવે એ આ વાતથી વાકેફ થઈ અને તે ત્યાં પહોંચી હતી. તે બાદ તેને ખજૂર ભાઈ સાથે ફોટો પણ ક્લિક કરાવ્યો હતો. ત્યારબાદ એકવાર મીનાક્ષી દવે નો પરિવાર ખાંભા નજીક હનુમાનગઢ માં હનુમાનજી મંદિર આવેલું છે ત્યાં હતો. એ સમયે નીતિનભાઈ જાની અને તેનો પરિવાર પણ હનુમાનજીના દર્શન કરવા આવ્યા હતા.
એ સમયે મીનાક્ષી દવે અને ખજૂર ભાઈ નો પરિવાર એકબીજાને મળ્યો એકબીજાના નંબર પણ લીધા હતા. નીતિનભાઈ જાની ના મમ્મીને મીનાક્ષી નો સ્વભાવ ખૂબ સારો લાગ્યો. આથી નીતિનભાઈ જાનીના મમ્મીએ મીનાક્ષી દવે ના પિતા સમક્ષ તેની દીકરીનો હાથ માંગ્યો. મીનાક્ષી દવે અને તેના પરિવાર માટે આ એક સ્વપ્ન સમાન હતું અને કંઈ પણ વિચાર્યા વગર સગપણની હા પાડી દીધી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!