Religious

કાનાબાર પરિવારે લગ્નની કંકોત્રી એવી છપાવી કે, સૌ હિન્દૂઓને ગર્વ થાય, કંકોત્રી જોઈને તમેં પણ વખાણ કરશો….. જુઓ કેટલી ખાસ છે

Spread the love

લગ્ન પ્રસંગની શરૂઆત કંકોત્રી દ્વારા થાય છે, જેથી કંકોત્રી એ લગ્નની શોભાવૃદ્ધિ અને પ્રતીક છે. આજના સમયમાં સૌ કોઈ લોકો અનોખા પ્રકારની લગ્નની કંકોત્રીઓ છપાવતા હોય છે, ત્યારે હાલમાં જ કાનાબાર પરિવારે એક ખુબજ અનોખી કંકોત્રી છપાવી હતી. આ કંકોત્રીએ સૌ કોઈનું દિલ જીતી લીધું હતું. ખરેખર આજના સમયમાં આવો વિચાર આવો એ પણ ખુબ જ મોટી વાત છે. કાનાબાર પરિવારે સાદગીની સાથે સાથ એક ખુબ જ સુંદર વાત કંકોત્રીમાં રજૂ કરીને આ લગ્ન પ્રસંગને યાદગાર બનાવી દીધા છે.

કાનાબાર પરિવાર દ્વારા જાણવા મળ્યું કે, 7 ડિસેમ્બરના રોજ દિશાંક કાનાબાર અને પૂજાબેન વાઘમોરે લગ્નના બંધને બંધાયા હતા. આ બંને નવ યુગલ દંપતીએ પોતાના લગ્નને ખુબ જ યાદગાર બનાવી દીધા છે. તમને જણાવી દઈએ કે, દિશાંકે નેચરોપેથી અને માસ્ટર ઓફ સોશિયલ વર્કનો અભ્યાસ કર્યો છે. અને તેઓ એમફિલમાં ગોલ્ડ મેડાલીસ્ટ હોવાની સાથે-સાથે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા યુવાનોમાં આવેલ સામાજિક પરિવર્તન વિષય ઉપર PhDનો અભ્યાસ કરી રહ્યા છે, ત્યારે પોતાના જ્ઞાન અને પરિવાર તરફથી મળેલ સંસ્કારોને કારણે તેમને પોતાના લગ્નમાં એક ખુબ જ ઉમદા વિચાર આવ્યો.

દિશાંકએ પોતાના લગ્નની એક ખુબ જ ખાસ કંકોત્રી છપાવી જેણે સૌ કોઈ હિન્દૂઓનું હ્નદય જીતી લીધું. આપણે જાણીએ છે કે, અનેક વર્ષો પછી દરેક હિન્દૂઓનું રામ મંદિરનું સ્વપ્ન સાકાર થશે. આ દિવસ એટલે 22 જાન્યુઆરી 2024. આ દિવસે મર્યાદા પુરષોત્તમ ભગવાન શ્રી રામ પોતાની જન્મભૂમિ પર શ્રી રામ લલ્લા તરીકે બિરાજમાન થશે, આ દિવ્ય અને ભવ્ય ક્ષણના આપણે સૌ સાક્ષી બનીશું કારણ કે અનેક વર્ષો પછી અયોધ્યા નગરીમાં શ્રી રામ ભગવાન સાક્ષાત સ્વરૂપે પોતાની જન્મ ભૂમિ પર બિરાજમાન થશે, ભારત દેશમાં આ દિવસ દિવાળીથી પણ વિશેષ અને યાદગાર બની રહેશે.

દિશાંક એ પોતાના લગ્નને યાદગાર બનાવવા અને સૌ કોઈ હિન્દૂઓને શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના સાક્ષી બનાવવા માટે પોતાની લગ્નની કંકોત્રીમાં ભગવાન શ્રીરામ મંદિરની પ્રતિષ્ઠાની તારીખ, સમય અને મંદિરનો ફોટો દર્શાવ્યો છે. અને આ પ્રતિષ્ઠા મહોત્સવમાં સૌને જોડાવવાનું નિમંત્રણ પાઠવ્યું છે અને લખ્યું છે કે, ” કરોડો લોકોની સદીઓની તપસ્યાનો અંત…. ઈશ્વરે આપણને આપેલ આ અમૂલ્ય અવસરના સાક્ષી બનવાનો લાભ લેવાનુ ન ચૂકીએ.તેમજ કંકોત્રીનાં પ્રથમ પેઇજથી લઈને અંત સુધીના તમામ પેઈજ પર ભગવાન શ્રીરામનું નામ લખ્યું છે.

દિશાંક એ પોતાના લગ્નમાં શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાનું સૌને આમત્રંણ તો પાઠવ્યું પણ સાથોસાથ પોતાના લગ્નના માં સૌ મહેમાનોને ચકલીના માળા ભેટમાં આપ્યા તેમજ રિસ્પેશનમાં શ્રી રામ ભગવાનના ગીતો વગાડવામાં આવશે તેમજ તેનાથી વિશેષ નવ દંપતીએ સૌ કોઈ મહેમાનો પાસે જઈને આશીર્વાદ લેશે કારણ કે મોટાભાગે રિસ્પેશનમાં વડીલો સ્ટેજ પર આવતા હોય છે આશીર્વાદ આપવા પરંતુ દિશાંક અને પૂજાએ પોતાના રિસેપ્શનમાં નવી પહેલ કરીને સૌ કોઈને એક સકારાત્મક અને નવીત્તમ પ્રેરણા આપવા માંગે છે,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *