ઝારખંડ- એક વિધાયક ના ઘરે ED એ દરોડા પાડતા એટલી રકમ બરામદ કરી કે સાંભળી ને બેભાન થઇ જશે…
હાલમાં આખા ભારત માં ED ના દરોડા પડી રહ્યા છે. જેમાં મોટા મોટા બિઝનેસમેન થી માંડી ને મોટા મોટા રાજનેતાઓ ના ઘરે થી પણ મોટી રકમો ED દ્વારા જપ્ત કરવામાં આવી રહી છે. ઝારખંડ રાજ્ય ના મુખ્યમંત્રી ના નજીક ના એક વિધાયક ના ઘરે થી કરોડો ની સંપત્તિ ED એ જપ્ત કરી છે. એટલી બધી કરોડો બરામદ કરવામાં આવી કે, પૈસા ગણવા મશીનો મંગાવવામાં આવ્યા હતા.
વધુ વિગતે જાણવા મળ્યું કે, ઝારખંડ રાજ્ય ના મુખ્યમંત્રી હેમંત સોરેન ના એક વિધાયક પંકજ મિશ્રા ના ઘરે ED એ દસ્તક દીધી હતી. 8-જુલાઈ ના રોજ પંકજ મિશ્રા ના ઘર સાહેબગંજ ના ED એ દરોડા પડ્યા હતા. ત્યાંથી ED એ લગભગ 3-કરોડ રૂપિયા ની રોકડ જપ્ત કરવામાં આવી હતી. જાણવા મળ્યું કે, પંકજ મિશ્રા ના નજીક ના મિત્રો, તેના સગા અને તેના નજીક ના બિઝનેસમેન ના ઘરે ED ની ટિમ પહોંચી ગઈ હતી.
જાણવા મળ્યું કે, ઝારખંડ માં પથ્થરો ના ગેરકાયદેસર ખનન, કોન્ટ્રેટ લીઝ ની ફાળવણી ઉપરાંત મની લોન્ડરિંગ જેવા અનેક ગેરકાયદેસર કામો માં પુરાવા એકત્રિત કરવામાં આવ્યા હતા. જેમાં મીરઝા ચોકી માં હીરા ના ઘરે થી 3.10-કરોડ રૂપિયા, વેદ ખુદાનીયા ના ઘરે થી 1.40-કરોડ રૂપિયા મળી આવ્યા હતા. આ રકમો એટલી બધી મોટી હતી કે, તેની ગણતરીઓ કરવા મશીનો મંગાવવા પડ્યા હતા.
ED પંકજ મિશ્રા ને પકડી પૂછપરછ માટે દિલ્હી લઇ ગઈ હતી. ઝારખંડ ની કોર્ટ માં મનીલોન્ડરિંગ ની ફરિયાદો બાબતે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ બાબતે ED એ ઘણા દસ્તાવેજો અને પુરાવા કોર્ટ માં સીલબંધ કવર માં પહેલા થી જ રજૂ કર્યા હતા. આ બાબતે વધુ જાણવા મળ્યું કે, શુક્રવારે ED એ આખા દિવસ માં ડઝન જેટલા સ્થળો પર કાર્યવાહી કરી હતી.
Enforcement Directorate (ED) conducts raid at the locations of Jharkhand CM Hemant Soren’s MLA representative Pankaj Mishra. Raids going on at 18 locations, including Sahibganj, Berhait and Rajmahal in connection with a tender scam.
Visuals from Sahibganj in Jharkhand. pic.twitter.com/AQiBKR5sdH
— ANI (@ANI) July 8, 2022
ઝારખંડ ના સીએમ વિધાનસભા સાહિબગંજ જીલા ના બરહેત માં મતવિસ્તાર નું પ્રતિનિધિત્વ કરે છે. આ વિસ્તાર તેની પાસે છે. જ્યાં તેણે પંકજ મિશ્રા ને પ્રતિનિધિ બનાવ્યા હતા. આ સાહિબગંજ જિલ્લા ના બધરવા ખાતે ટેન્ડર પર થયેલા વિવાદ ના સંબંધ માં પંકજ મિશ્રા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!