15 વર્ષ પહેલા આવા લાગતા હતા ગુજરાત ના આ કલાકાર શું તમે જાણો છો આ કલાકાર ને?
ગુજરાત મા અનેક ડાયરાઓ અવારનવાર થતા હોય છે અને બીજા એવા ઘણા સાહિત્યકલાકારો છે જેમને પોતાની આગવી ઓળખ ગુજરાત મા બનાવેલી છે. એવા જ એક કલાકાર એટલે અપણા જીગ્નેશ કવિરાજ જીગ્નેશ કવિરાજ ને આજે ગુજરાત ના બધા જ લોકો ઓળખે છે તે પોતાના ગીતો થી સૌ કોઈ ને મંત્રમુગ્ધ કરી દે છે જીગ્નેશ કવિરાજ આજે ગુજરાત મા જ નહિ વિદેશ માં પણ પોતાના નામનો ડંકો વગાડી રહ્યા છે તેના પ્રોગ્રામ મા હજારો ની સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે કોઈ ના લગ્ન હોય અને જીગ્નેશ કવિરાજ નું ગીત નો વાગે એવું બને જ નહિ એટલા લોકો ના પ્રિય છે.
જીગ્નેશ કવિરાજ ને પોતાની કારકિર્દી બનાવવામાં ખુબ જ મુશ્કિલ પરિસ્થિઓ નો સામનો કરવો પડ્યો છે. જીગ્નેશ કવિરાજ નો જન્મ ૩ સપ્ટેમ્બર ૧૯૮૮ના રોજ ગુજરાતની અંદર આવેલા મહેસાણા જિલ્લાના ખેરાલુ ગામમાં થયો હતો. તેમને નાનપણ થી જ સંગીત મા ખુબ જ રસ હતો તે તેમના પિતા હસમુખભાઈ બારોટ અને તેમના મોટા ભાઈ વિશાલભાઈ બારોટ અને તેના દાદા અને તેના કાકા પણ સંગીત ક્ષેત્ર સાથે જોડાયેલા હતા. આમ તેનો આખો પરિવાર આમાં જોડાયેલો હતો. જીગ્નેશભાઈ પણ નાનપણ થી જ પોતાના પિતા, કાકા સાથે સંગીત ના પ્રોગ્રામ માં જતા.
જીગ્નેશભાઈ ને નાનપણ થી સંગીત માં ખુબ રુચિ હોય તે ભણવામાં ખાસ એવું ધ્યાન નોતા આપતા. અને નાનપણ થી જ આમ જોડાયેલા રહેલા. પોતે આમા ખુબ જ આગળ વધવા માંગતા હતા જયારે તે નાના હતા ત્યારે તેના ગામ વિસનગર માં લગ્ન પ્રસંગે સંગીત સ્ટુડિયો સાથે જોડાયેલ કમલેશભાઈ એ જીગ્નેશભાઈ ને લગ્ન માં ગીત ગાવા કહેલું જીગ્નેશભાઈ એ પણ તક ને ઝડપી ને પોતાનો પ્રિય મણીરાજ બારોટનું લીલી તુવેર શુકી તુવેર નામ નું પ્રસિદ્ધ ગીત ગાયું હતું. જીગ્નેશ કવિરાજ એ ગાયેલું આ ગીત લોકોને ખૂબ જ પસંદ આવ્યું હતું.
ત્યારબાદ જીગ્નેશભાઈ નું ગીત લોકો ને ખુબ જ પસંદ આવતા તે સ્ટુડિયો મા જીગ્નેશભાઈ નું એક ગીત પણ રેકોર્ડ કરવામાં આવ્યું હતું અને જે ગીત દશામાં નું હતું અને ત્યારબાદ કમલેશભાઈ એ જીગ્નેશભાઈ ના અવાજ પર આખી રેકોર્ડ કેસેટ બહાર પાડી હતી આ રીતેજીગ્નેશભાઈ લગભગ 13 વર્ષ ની ઉમર થી જ આમા જોડાયેલા છે. અને નાનપણ થી જ તેને નાનામોટા કામો મળવા લાગ્યા હતા.
જીગ્નેશભાઈ વધુમાં કહે છે કે જયારે તે નાના હતા ત્યારે મોટા મોટા કલાકારો ના પ્રોગ્રામ જતા અને તે પોતાને ગીત ગાવા નો મોકો આપે તેમ તે કલાકારો ને વિનંતી કરતા પણ બહુ જ ઓછા મોકા જીગ્નેસભાઈ ને મળતા હતા અને તે પોતાની જાતે આ માં આગળ રહેવામાં સફળ થયા હતા. અને આજે જીગ્નેશભાઈ નું નામે લોકો ને મોઢે અવારનવાર સાંભળવા મળે છે તે બધા નાં પ્રિય એવા કલાકાર છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!