સોશ્યલ મીડિયા પર વાયરલ ગીત કચ્ચા બદામ ના સિંગર ની હાલત છે ઘણી નબળી જાણો તેમના વિશે..
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલનો સમય ઇન્ટરનેટ અને સોશ્યલ મીડિયાનો છે. સોશ્યલ મીડિયાના આ સમયમાં લગભગ દરેક વ્યક્તિ સોશ્યલ મીડિયાના વિવિધ માધ્યમો નો ઉપયોગ કરતા હોઈ છે. સોશ્યલ મીડિયાના આવા માધ્યમો દરેક વ્યક્તિ માટે સ્વતંત્ર છે. એટલે કે અહીં કોઈ પણ વ્યક્તિ પોતાની કળા અને આવડત લોકો સમક્ષ જાહેર કરી શકે છે અને લોકો માં પોતાની લોક પ્રિયતા મેળવી શકે છે.
આપણે ઘણા એવા લોકો જોયા છે કે જેમણે સોશ્યલ મીડિયા ના આવા માધ્યમો નો ઉપયોગ કરીને ઘણી સફળતા મેળવી છે અને લોકોમાં પોતાની આગવી ઓળખ બનાવી છે જેમાં રાનુ મંડલ, ડબ્બુ અંકલ, ઉપરાંત સહદેવ જેવા અનેક લોકો છે કે જેઓ પોતાની મહેનત અને હુન્નર ના કારણે સોશ્યલ મીડિયા પર છવાઈ ગયા છે હાલમાં આવી જ એક વ્યક્તિ પોતાના અલગ અંદાજ ને લઈને સોશ્યલ મીડિયામાં ટ્રેન્ડ કરે છે.
આપણે સૌ જાણીએ છીએ કે આ હરીફાઈ વાળા સમયમાં ટકી રહેવું હોઈ તો કંઈક નવીન અને અલગ કરતા રહેવું પડે છે કે જેથી આવા ગળાકાપ હરીફાઈ માં ટકી શકાય. આપણે અનેક લારી અને ફેરી વાળા ને જોઈએ છીએ કે જેઓ જોર જોરથી બૂમો પાડીને લોકોને પોતાની તરફ આકર્ષે છે અને પોતાની વસ્તુઓ ખરીદવા માટે લોકોને આગ્રહ કરે છે જોકે બૂમો પાડીને લોકોને બોલાવવાની પદ્ધતિ જૂની થઇ ગઈ છે.
આપણે અહીં એક એવા વ્યક્તિ ને મળવાના છીએ કે જેમણે પોતાની વસ્તુના વેચાણ માટે એક ગીત જ બનાવી નાખ્યું. આપણે અહીં સોશ્યલ મીડિયા પર ટ્રેન્ડિગ સોંગ કચ્ચા બદામ વિશે વાત કરવાની છે જણાવી દઈએ કે આ ગીતના બનાવનાર વ્યક્તિ નું નામ ભૂબન બાદાયકર છે તેઓ બંગાળ ના છે તેમણે બનાવેલ કચ્ચા બદામ ગીત પણ બંગાળીમાં જ છે જણાવી દઈએ કે બંગાળી ભાષામાં કચ્ચા બદામ નો અર્થ સીંગ એવો થાય છે.
ભૂબન પોતાની સાયકલ પર અહીં સીંગ વેચવા માટે જાય છે તેવામાં તે લોકોને સીંગ ખરીદવા માટે આકર્ષવા માટે કચ્ચા બદામ એવું ગીત ગાય છે જો વાત ભૂબન અંગે કરીએ તો તેઓ બંગાળ ના બિરભુમ જિલ્લાના દુબરાજપૂર બ્લોકના કુરાલજુરી ગામનો રહેવાશી છે તે અહીં પોતાના પરિવાર સાથે રહે છે જો વાત ભૂબન ના પરિવાર વિશે કરીએ તો તેમના પરિવારમાં 5 લોકો છે જેમાં તેઓ તેમની પત્ની ઉપરાંત 2 પુત્ર અને 1 પુત્રી નો સમાવેશ થાય છે.
જણાવી દઈએ કે ભૂબન મોબાઈલ અને અમુક તૂટેલી વસ્તુઓના બદલામાં લોકોને સીંગ વેચે છે. આમ તેઓ રોજનો આશરે 200 થી 250 રૂપિયાનો વેપાર કરે છે. જોકે તેમની આર્થિક સ્થિતિ સારી નથી માટે તેઓ પોતાના ગીત ને વાયરલ થતા જોઈને સરકાર સમક્ષ કાયમી આવાસ અને પરિવાર માટે સારા જીવન જીવી શકેતે માટે મદદની અપીલ કરે છે.
View this post on Instagram
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.