હિન્દી સંગીત જગત મા અમર બની ગયેલા કલ્યાણજી અને આનંદજીનો જન્મ ગુજરાતના આ ગામ મા થયો હતો ! બોલીવુડ મા 250 થી વધુ ગીતો…
આપણા ગુજરાતીઓનો ડંકો સદાય વિશ્વ ફ્લકે વાગ્યો છે. ત્યારે આજે આપણે સંગીતની દુનિયામાં લોકપ્રિય બનેલ કલ્યાણજીના જીવન વિશે જાણીશું. આજનો દિવસ એટલા માટે ખાસ છે, કારણ કે આજના દિવસે એટલે કે 24 ઓગસ્ટના રોજ આ દુનિયામાંથી વિદાય લીધી હતી.સંગીતની દુનિહમાં કલ્યાણ અને અનંદજીની બેલડી લોકપ્રિય હતી બંને ભાઈઓ સાથે મળી અનેક ગીતોની ભેટ આપી.
લોકોના હૈયામાં વસનાર આનંદજીનો સ્વભાવ હસમુખો અને કલ્યાણજી ગંભીર પ્રકૃતિના હતા અને તેમને આનંદજી સાતગે બંનેએ મળીને 250થી વધુ ગીતો આપ્યા છે, જે હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અમર બની ગયા છે. ઘણા ઓછા લોકો જાણતા હશે કે, કલ્યાણજી ગુજરાતી પણ છે. ચાલો અમે આપને કલ્યાણજીના અને આનંદજી નાં જીવન વિશે એક ઓછેરી ઝલક જણાવીએ કે, આખરે બંને ભાઈઓનો જન્મ કયાં થયેલ.
ગુજરાતનું હદય સમાન કચ્છમાં કલ્યાણજીનો જન્મ થયો હતો. તેમને સંગીતનો વારસો બાળપણથી જ મળ્યો હતો કારણ કે, તેમના દાદા-દાદીની લોકસંગીત સાથે જીડાયેલ હતા. તેમની રગોમા સંગીત દોડતું હતું. અનેક મીડિયા રિપોર્ટસમાં તેની સંગીત શિક્ષાને લઈને અનેક કહાનીઓ છે. જેમાંથી એક છે કે,કલ્યાણજી-આનંદજીના પિતા વીરજી શાહ એક કરિયાણાની દુકાન ચલાવતા હતા.
. બંને ભાઈઓ ત્યા મદદ કરતા હતા. આ દુકાન પર એક ઉસ્તાદ આવતા હતા, જેમને સંગીતની ખૂબ જ ઊંડી સમજ હતી.નઉસ્તાદ વીરજી શાહની દુકાનથી સામાન ઉધાર લઈ જતા હતા. આવી રીતે ઉધાર લેતા લેતા ઉસ્તાદજીની ઉધારી ખૂબ જ વધી ગઈ.આ કારણે પહેલા પૈસા ચૂકવો પછી સામાન લેજો એવું કહેલ.
જેથી તેમને કહેલું કે મારી પાસે પૈસા તો નથી પરંતુ સંગીત છે. ત્યારે વીરજીએ કહ્યું કે, આ મારા બંને દીકરા છે. તેમને લઈ જાઓ અને સંગીત શિખવો. અહીંથી તેમની સંગીતની શિક્ષા શરૂ થઈ પણ તમને જાણીને નવાઈ લાગશે કે, આ કિસ્સા વિશે
કલ્યાણજી-આનંદજીએ ખોટો જણાવેલ કારણ કે તેમનું કહેવું હતું કે સંગીત કોઈ એવી વસ્તુ નથી જેને તમે પૈસા આપીને ખરીદી શકો. જો એવું હોય તો દરેક વ્યક્તિ સંગીકાર બની ગયો હોત. અમે એકવાર મજાકમાં આ વસ્તુ કોઈને કહી હતી. પરંતુ તેમાં સચ્ચાઈ નથી.