Entertainment

ભારત – ઈન્ડિયા ના વિવાદ મા કંગના કુદી પડી ! કહી દીધી એવી મોટી વાત કે…..

Spread the love

બૉલીવુડ ની અભિનેત્રી કંગના રનૌત પોતાની એક્ટિંગ ની સાથે સાથે પોતાની બેફામ વાતચીત ને લઈને પણ સુરખીઓમાં આવતી રહેતી હોય છે. કંગના રનૌત એ બૉલીવુડ ને ઘણી શાનદાર ફિલ્મો આપી છે, આ સાથે જ તે સૌથી વધારે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેનારી અભિનેત્રી માની એક છે જે હવે ફરી એકવાર પોતાની વિવાદિત પ્રતિકિયા ને લઈને ચર્ચામાં છવાઈ ગઈ છે.

જેમાં અભિનેત્રી કંગના રનૌત એ ભારત નામના ઇતિહાસ ની જાણકારી આપતા શેર કર્યું હતું કે ભારત નામ વધારે સાર્થક છે. વાસ્તવમાં મંગળવાર ના રોજ અભિનેત્રી કંગના રનૌત એ ટ્વિટર દ્વારા એક લાંબી નોંધ શેર કરી  છે. અને સમજવ્યું કે ભારત નામ ઈન્ડિયા કરતાં કઈ રીતે વધારે અર્થપૂર્ણ છે. અભિનેત્રી કંગના એ લખ્યું કે આ નામ (ઇન્ડિયા)માં પ્રેમ કરવાનું શું છે? સૌ પ્રથમ, તેઓ ‘સિંધુ’ નો ઉચ્ચાર કરી શકતા ન હતા તેથી તેઓએ તેને વિકૃત કરી ‘ઇન્ડસ’ કરી દીધું. પછી ક્યારેક હિંદોસ, ક્યારેક ઈન્ડોએ કંઈપણ વાટાઘાટો કરીને ઇન્ડિયા બનાવ્યું.

તેમણે આગળ કહ્યું કે મહાભારતના સમયથી, કુરુક્ષેત્રના મહાન યુદ્ધમાં ભાગ લેનારા તમામ રાજ્યો ભારત નામના એક ખંડમાં આવ્યા હતા, તો પછી તેઓ અમને ઈન્દુ સિંધુ કેમ કહી રહ્યા હતા? ઉપરાંત, ભારત નામ ઘણું અર્થપૂર્ણ છે. ભારતનો અર્થ શું છે? અભિનેત્રીએ અંતમાં કહ્યું કે “હું જાણું છું કે તેઓ રેડ ઈન્ડિયન કહે છે, કારણ કે ઇન્ડિયનનો અર્થ જૂના અંગ્રેજીમાં ગુલામ તો, તેઓએ અમને ભારતીય નામ આપ્યું હતું, કારણ કે તે અંગ્રેજો દ્વારા અમને આપવામાં આવેલી અમારી નવી ઓળખ હતી. જૂના જમાનામાં પણ ભારતીયનો અર્થ શબ્દકોશોમાં જણાવવામાં આવતો હતો.

તાજેતરમાં તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ઉપરાંત, તે અમારું નામ નથી, અમે ભારતીય છીએ, ઇન્ડિયન નહીં.”જો અભિનેત્રી કંગના રનૌત ના કામની વાત કરવામાં આવે તો કંગના ટૂક સમયમાં જ ચન્દ્ર્મુખી 2 માં નજર આવશે જે 19 સપ્ટેમ્બર ના રોજ સિનેમા ઘરોમાં રિલિજ થવાની છે. બીજી ફિલ્મ ‘ ઈમરજન્સી ‘ માં પણ અભિનેત્રી જોવા મળશે જેમાં તે ઇન્દિરા ગાંધી નું પાત્ર ભજવી રહી છે. આ ફિલ્મ 24 નવેંબબર ના રોજ રિલિજ થશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *