કપિલ શર્મા, ભારતી-સિંહ સહીત તારક મહેતા નું પાત્ર ભજવનાર શૈલેષ લોઢા, ‘રાજુ શ્રીવાસ્તવ’ ની પ્રાર્થના સભા માં શ્રદ્ધાંજલિ માટે, જુઓ ફોટા.
કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ ઘણા સમયથી દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. પરંતુ 40 દિવસથી પણ વધુ દિવસો સારવાર હેઠળ રહ્યા બાદ તેમનું દુઃખદ અવસાન થયું છે. રાજુ શ્રીવાસ્તવ ની વાત કરીએ તો તે 10 ઓગસ્ટ થી દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. રાજુ શ્રીવાસ્તવ નો જન્મ 25 ડિસેમ્બર 1963 ના રોજ કાનપુર માં મધ્યમ વર્ગમાં થયો હતો.
જાણવા મળ્યું હતું કે 58 વર્ષના રાજુ શ્રીવાસ્તવ 10 ઓગસ્ટના રોજ જિમ માં પોતાનું રોજબરોજ નું વર્ક આઉટ કરી રહ્યા હતા. આ સમય અચાનક તેને હાર્ટ એટેક આવ્યો હતો. તે બાદ તેને તાત્કાલિક દિલ્હીના એમ્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા. ડોક્ટર્સની ટીમે તેની એન્જિયાપ્લાસ્ટી પણ કરી હતી. પરંતુ તેમનું બ્રેન રિસ્પોન્સ કોઈ ખાસ હોતું નથી અને ધબકારા પણ ખૂબ જ ઓછા હતા. અને 40 દિવસ ની મોટી સારવાર બાદ તેણે અંતિમ શ્વાસ લેતા ચાહકોમાં દુઃખની લાગણી છવાઈ છે.
રાજુ શ્રીવાસ્તવ ની પ્રાર્થના સભા માં ઘણા નામી લોકો પહોંચ્યા હતા. જ્યાં કપિલ શર્મા અને ભારતી સિંહ સહિત ઘણા સ્ટાર્સ પોતાના ફેવરિટ કોમેડી સ્ટાર રાજુ શ્રીવાસ્તવને નમન કરવા પહોંચ્યા હતા. જાણીતા સિંગર સુખવિંદર પણ રાજુ શ્રીવાસ્તવને નમન કરવા પહોંચ્યા હતા. જાણીતી કોમેડી સ્ટાર સુગંધા મિશ્રા પણ પતિ સંકેત ભોસલે સાથે અહીં પહોંચી હતી. આ દરમિયાન તે ખૂબ જ ઉદાસ દેખાઈ રહી હતી.
ટીવી સિરિયલ સ્ટાર ગુરમીત ચૌધરી પણ રાજુ શ્રીવાસ્તવને શ્રદ્ધાંજલિ આપવા માટે અહીં આવ્યા હતા. રાજુ શ્રીવાસ્તવની પ્રાર્થના સભામાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ એક્ટર શૈલેષ લોઢા અને સુનીલ પાલ પણ વાત કરતા જોવા મળ્યા હતા. પીઢ અભિનેતા કેકે મેનન પણ રાજુ શ્રીવાસ્તવની પ્રાર્થના સભામાં પહોંચ્યા હતા. આમ મોટા મોટા અભિનેતાઓ એ રાજુ શ્રીવાસ્તવ ને ભીની આંખે વિદાય આપી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!