આ કારણે એક પછી એક કલાકરો કપિલ શર્માનો સાથ છોડી રહ્યા છે! કલાકરોએ પોતાની વેદના જણાવતા કર્યા ચોકાવનાર ખુલાસા..
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં ટેલીવીઝન આપણા જીવનનો અભિન્ન ભાગ બની ગયો છે. લોકો પોતાના રોજના કાર્યોથી કંટાળી ને મનોરંજન મેળવવા માટે અનેક કાર્યક્રમો જોવાનું પસંદ કરે છે જે પૈકી લોકોને કોમેડી જોવી પસંદ આવે છે, આપણે સૌ જાણીએ છીએ કે હાલના તણાવ વાળા સમયમાં લોકો મન મુકીને હસવા માંગે છે. ઉપરાંત હસવું સ્વસ્થ માટે ઘણું ફાયદા કારક છે તેવું ડોકટરો પણ જણાવે છે. અને હાલમાં ટેલીવિઝન પર ઘણા કાર્યક્રમો છે કે જે લોકોને પેટ પકડીને હસાવવા માટે મજબુર કરે છે.
આપણે અહી આવાજ એક કાર્યક્રમ અંગે વાત કરવાની છે કે જે લોકોને ઘણો પસંદ આવે છે. આ કાર્યક્રમ બીજો કોઈ નહિ પરંતુ લોકો પ્રિય કાર્યક્રમ “ કપિલ શર્મા શો “ છે, આપણે સૌઆ શો વિશે જાણીએ છીએ. છેલ્લા ઘણા સમયથી આ શો લોકોને ઘણો હસાવે છે. શો ના મુખ્ય કલાકાર કપિલ શર્મા અને તેમના શોની લોક પ્રીયતા આખા વિશ્વમાં ફેલાયેલ છે. દરેક ભાષા અને દરેક ઉમરના લોકો કપિલ અને તેમના શો ને ઘણો પ્રેમ આપે છે.
આજના સમયમાં કોમેડી ક્ષેત્રે આ શો ટીઆરપી ની બાબતમાં પણ ઘણો આગળ છે. પરંતુ છેલ્લા થોડા સમયથી જાણે કપિલ શર્મા અને તેમના શો પર સંકટના વાદળો છવાઈ ગયા છે તેવું લાગે છે. આપણે સૌ જાણીએ છીએ કે લોકો દ્વારા કપિલ શર્મા શો અને તેમના તમામ કલાકરો ને ઘણા પસંદ કરવામાં આવે છે. તેમની લોક પ્રિયતા પણ આસમાને છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી કપિલના અનેક જુના સાથીઓ અને આ આ શોના લોક પ્રિય કલાકારોએ શોને અલવિદા કહી દીધું છે.
આપણે અહી એવા જ કલાકરો વિશે વાત કરવાની છે કે જેમણે કપિલ શર્મા શો ને છોડી દીધું છે અને તેમણે શો છોડવા માટે અલગ અલગ કારણ વિશે પણ આપણે અહી માહિતી મેળવવાની છે તો ચાલો આપણે આ લેખ માં વધુ માહિતી મેળવીએ.
આ યાદીમાં સૌથી પહેલું નામ કપિલ ની ટીમના સૌથી લોક પ્રિય કલાકાર અને એક સમયે કપિલ શર્મા શો નો જીવ અને લીડ ગણાતા અભિનેતા સુનીલ ગ્રોવર નું છે. આપણે સૌ જાણીએ છીએ કે તેઓ આ શોમાં ડોક્ટર ના રોલમાં જોવા મળતા હતા. સુનીલ અને કપિલ ઘણા ગાઢ મિત્રો હતા પરંતુ વર્ષ ૨૦૧૭ માં જયારે તેઓ વિદેશ માં શો કરવા ગયા હતા ત્યારે ફ્લાઈટ માં કપિલ અને સુનીલ વચ્ચે ઘણી મોટી બબાલ થઇ હતી કે જે તે સમયે ઘણી ચર્ચિત હતી જે બાદ સુનીલે કાયમ માટે કપિલ નો સાથ છોડ્યો
આ યાદીમાં બીજું નામ ટેલીવિઝન ના લોક પ્રિય અભિનેતા કે જેમણે અનેક સીરિયલ માં પોતાની એક્ટિંગ થી લોકોને પ્રભાવિત કર્યા છે. તેવા કપિલ શર્મા શોના મહત્વ ના અને લોક પ્રિય અભિનેતા અલી અજગર નું છે. આપણે સૌ જાણીએ છીએ કે તેઓ આ શોમાં દાદીના પાત્રમાં જોવા મળતા તેમના આ પાત્રાએ ખાસ્સી લોક ચાહના મેળવી હતી. પરંતુ હાલમાં અલીએ પણ કપિલ નો સાથ છોડી દીધો છે જયારે આ બાબત ને લઈને તેમને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે, “ શોની ટીમ સાથે મારે સર્જનાત્મક તફાવતને કારણે આજે હું કપિલ શર્મા શો નો ભાગ નથી. “ જો કે આજે પણ લોકો તેમને યાદ કરે છે.
હવે જો વાત સુગંધા મિશ્રા અંગે કરીએ તો આપણે સૌ જાણીએ છીએ તેઓ પોતાના અવાજ અને સુંદર દેખાવ ના કારણે ઘણા લોક પ્રિય બન્યા છે. તેમની અલગ અલગ અવાજ કાઢવાની આવડત અને મિમિક્રી લોકોને ઘણી પસંદ આવે છે. જો કે એક સમયે સુગંધા પણ કપિલ શર્મા શોની ભાગ હતી પરંતુ તેણે જણાવ્યું કે સુનીલે શો છોડ્યા બાદ ઘણા ફેરફારો આવ્યા હતા જે બાદ કપિલે તેમને પરત બોલાવ્યા જ નહિ અને આજે હવે કપિલ અને સુગંધાનાં રસ્તા અલગ અલગ છે.
જો વાત કપિલ ની ઓન સ્ક્રીન બુઆ અંગે કરીએ તો આ પાત્ર ઉપાસના સિહ ભજવે છે. આપણે સૌ જાણીએ છીએ કે ઉપાસનાએ અનેક કાર્યક્રમો માં કામ કર્યું છે અને પોત્તાની એક્ટિંગ અને આવડત થી લોકોમાં સારી લોક પ્રિયતા પણ મેળવી છે. જોકે એક સમયે તેઓ પણ કપિલ ની સાથે હતા અને શોને નવી ઉચાઇએ લઇ જવા માટે ઘણી મહેનત કરી હતી પરંતુ છેલ્લા થોડા સમયથી કપિલ સાથે થયેલ મત ભેદ ના કારણે તેમણે શો છોડ્યો જોકે આ બાબત ને લઈને હજુ સુધી કપિલ કે ઉપાસના તરફથી કોઈ જાહેરાત કરવામાં આવી નથી.