ભલાઈનો તો જમાનો જ નથી હો પણ ! નાની એવી માસૂમે કપિરાજને આપી પાણીની બોટલ તો કપિરાજે કંઈક આવી રીતે થેન્ક યુ કીધું…જુઓ વિડીયો
આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કે અત્યારે વધતા જતા સોશિયલ મીડિયા ક્રેઝને લઈને બધા લોકો હાલ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા થયા છે, નાના બાળકોથી લઈને વડીલ વ્યક્તિઓ સુધીના તમામ લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા લાગ્યા છે. હાલ તો મુખ્યત્વે લોકો ફેસબુક, ઇનસ્ટાગ્રામ અને ટ્વીટરનો વધુ ઉપયોગ કરે છે.
આવા માધ્યમોથી રોજબરોજના અનેક એવા ફની વિડીયો સામે આવતા હોય છે જેને જોયા પછી કોઈ પણ વ્યક્તિનું હાસ્ય છુટી જતું હોય છે, ફક્ત ફની વિડીયો માટે જ નહી પણ રોજબરોજના વાયરલ સમાચાર માટે પણ સોશિયલ મીડિયા ખુબ જ જરૂરી છે. એવામાં હાલ ઇનસ્ટાગ્રામ પર ખુબ જ ફની વિડીયો સામે આવ્યો છે જેમાં એક કપિરાજ એવી શરારત કરે છે કે જોઇને સૌ કોઈ હસી પડ્યું હતું.
ઇનસ્ટાગ્રામ પર વાયરલ થઈ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે એક કપિરાજ રસ્તા પર બેઠેલા હોય છે, આ જોઇને લોકોના પણ ટોળા વળી જાય છે અને આ કપિરાજને જોવા લાગે છે. એવામે એક માસુમ કઈક ખોરાક જેવી વસ્તુ આ કપિરાજને આપે છે પણ આ કપિરાજ આ માસુમ પર છલાંગ લગાવી દે છે અને તેને પાડી દે છે. આ જોઇને ત્યાં ઉભેલા લોકો પણ ઘડીક દંગ જ રહી જાય છે.
વિડીયોમાં આગળ જોઈ શકાય છે કે આવું કર્યા પછી આ કપિરાજ પાણીની બોટલ લઈને આગળ ચાલતો બને છે. હાલ આ વિડીયો ઇનસ્ટાગ્રામ પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે, એટલું જ નહી લોકોને પણ આ વિડીયો ખુબ જ પસંદ આવી રહ્યો છે અને યુઝરો આ વિડીયો જોયા પછી અલગ અલગ પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે જેમાં એક યુઝરે જણાવ્યું કે ‘હવે ભલાઈનો તો કોઈ જમાનો જ નથી’ જ્યારે બીજા એક યુઝરે જણાવ્યું કે ‘કપિરાજને ગુસ્સો આવી ગયો’ આવી અનેક ફની કમેન્ટ યુઝરો કરી રહ્યા છે.
View this post on Instagram