GujaratIndia

જૂનાગઢના કાશ્મીરી બાપુ બ્રહ્મલિન થતા સર્વત્ર શોક ! તેમની ઉંમર 500 વર્ષ કરતા પણ વધુ હોવાની વાત જાણો બાપુ વિશે…

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણો દેશ સંતો અને મહંતો નો દેશ છે, આપણા દેશમાં અનેક સંતો થઇ ગયા છે કે જેમણે આખા વિશ્વને સાચી દિશા બતાવી છે. સદીઓથી દેશના આવા જ સંતો લોકોને જીવનનું સાચું જ્ઞાન આપી રહ્યા છે અને લોકોના પથ દર્શી બની રહ્યા છે. તેવામાં લોકોને અલગ અલગ પ્રકારે મદદ કરવાનું કામ અને સમાજ સુધારા નું કામ પણ આ સંતોના શિરે જ છે.

આપણે સૌ જાણીએ છીએ કે સંતો દિવ્ય શક્તિના ધણી હોઈ છે. તેઓ પોતાનું આખું જીવન લોકોની સેવામાં અને તેમને મદદ કરવામાં જ વિતાવી દે છે. અને જરૂર પડે તો લોકો માટે પોતાનો જીવ પણ આપી દેછે. આપણે સૌ જાણીએ છીએ કે સંતો કોઈ દિવસ મૃત્યુ પામતા નથી તેઓ પોતાના વિચારો અને કર્યો ને લઈને સદાય લોકોની વચ્ચે જ રહે છે. ઉપરાંત આપણે સૌ જાણીએ છીએ કે આત્મ અમર છે. તે ફક્ત શરીર બદલે છે. પરંતુ મૃત્યુ પામતી નથી.

તેવામાં જયારે પણ સમાજને જરૂર પડે કે સમાજમાં અધર્મ વધે વધે ત્યારે અનેક સંતો આવે છે. અને ધરતી પર ફરી ધર્મ અને સદ્ભાવ ની સ્થાપના કરે છે. હાલમાં આવા જ એક મહાન સંત કાશ્મીરી બાપુ બ્રહ્મલીન થયા છે. જેના કારણે ફક્ત જૂનાગઢ જ નહિ પરંતુ દરેક શ્રદ્ધાળુ નું મન ઘણું વ્યાકુળ થઇ ગયું છે. કારણકે લોકોના સેવા માં સતત પ્રવૃત રહેનાર અને પ્રભુભક્તિ સાથો સાથ જરૂરિયાતમંદ લોકોની મદદ માટે સતત કાર્ય કરનાર બાપુનું નિધન આપણા માટે ઘણી જ મોટી ખોટ છે.

અને આપણે ક્યારે પણ આ ખોટને પુરી શકીશું નહિ. જો કે જણાવી દઈએ કે બાપુના એક સેવક રાજુભાઈ રાઠોડ પાસેથી જણવ્યા મળ્યું હતું કે કાશ્મીરી બાપુ થોડા સમય પહેલા ગાળામાં કફને કારણે શ્વાશ રૂંધાતો હોઈ તેવી ફરિયાદ કરતા હતા. જો કે છેલ્લા લગભગ 10 વર્ષથી કાશ્મીરી બાપુને એક દિવસમાં 5 થી 7 વખત નેબ્યુલાઇઝર ની ટ્રીટમેન્ટ લેવી પડતી હતી. તેવામાં બાપુના નિધાને કારણે લોકોમાં શોકની લાગણી જોવા મળે છે.

જો વાત કાશ્મીરી બાપુ અંગે કરીએ તો જણાવી દઈએ કે તેઓ નિરંજન અખાડા સાથે સંબંધ ધરાવતા હતા. અને ઘણા વર્ષોથી જૂનાગઢના ગાઢ જંગલમાં આશ્રમમાં પ્રભુ ભક્તિની સાથો સાથ જરૂરિયાતમંદ લોકોની મદદ પણ કરતા હતા જણાવી દઈએ કે બાપુના આશ્રમમાં વર્ષોથી સદાવ્રત ચાલી રહ્યું છે. અહીં જનાર વ્યક્તિ કયારે પણ ભુખ્યી પછી આવતી નથી. જો વાત બાપુની ઉમર અંગે કરીએ તો આમતો એવી માહિતી મળી છે કે બાપુ 95 વર્ષ કરતા વધુ ઉંમરના હતા.

પરંતુ અહીંના લોકો જણાવે છે કે બાપુની છેલ્લા 500 થી 550 વર્ષથી લોકોના પથદર્શી બની રહ્યા છે. જોકે બાપુ પ્રભુભક્તિ સાથે આદર્શ નાગરિક પણ હતા તેમની પાસે ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડ પણ હતું. જો વાત તેમની દીક્ષા અંગે કરીએ તો જણાવી દઈએ કે એવું માનવામાં આવે છે કે કાશ્મીરી બાપુએ આજથી લગભગ 70 વર્ષ પહેલા દીક્ષા લીધી હતી. એટલે કે 70 વર્ષ પહેલા તેમણે બ્રહ્મપુરજી પાસેથી સન્યસ્તની દીક્ષા લીધી હતી. જણાવી દઈએ કે આ અખાડાના ઇષ્ટદેવ નિરંજન દેવ છે એટલે કે ભગવાન કાર્તિકેય એટલે દીક્ષા બાદ તેમના નામની પાછળ ઇષ્ટદેવ નું નામ આવે છે.

જો કે બાપુના બ્રહ્મલીન થવાની માહિતી મળતા લોકોના ટોળા તેમના અંતિમ દર્શન માટે જોવા મળે છે. જોકે હાલમાં આશ્રમ પાસે પોલીસ બંદોબસ્ત પણ જોવા મળે છે. હાલમાં તેમના પાર્થિવ દેહ ને સ્નાન કરાવીને બ્રાહ્મણોના મંત્રોચાર વચ્ચે સમાધિની અવસ્થામાં કાચની પેટીમાં લોકોના અંતિમ દર્શન માટે વ્યસ્થા કરવામાં આવી છે. જે બાદ 3 દિવસ પછી પરંપરા અનુસાર જુવારવાનો કાર્યક્રમ યોજવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *