મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે પૃથ્વી પર સૌથી પુણ્ય નું કામ અન્ય ને મદદ કરવી અને બીજાના ચહેરા પર ખુશીઓ લાવવી છે. આપણે સૌ જાણીએ છિએ કે કુદરત દ્વારા અમુક વ્યકતિ ને પુશક્ળ પ્રમાણ માં ધન દોલત આપી છે કે જેથી લોકો અન્ય માટે કંઈક કરી શકે. પરંતુ અમુક જ લોકો એવા હોઈ છે કે જેઓ પોતાના પૈસા એક્ટલે કે પરસેવા ના પૈસા પર સેવા માં લગાવે છે.
આપણે અહીં આવાજ એક વ્યક્તિ વિશે વાત કરવાની છે કે જેઓ આજે જરૂરિયાતમંદ લોકો માટે ફરિસ્તા બની ગયા છે અને પોતાની સેવાકીય કર્યોથી લોકોને મદદ કરી રહ્યા છે. આપણે અહીં ગુજરાત ના લોકપ્રિય અને અને ઘણા જ કુશળ એવા કલાકાર ખજૂર ભાઈ એટલે કે નીતિન જાની વિશે વાત કરવાની છે. કે જેમણે માનવતા ની એક નવી જ મિશાલ પેશ કરી છે.
આપણે સૌ જાણીએ છિએ કે છેલ્લા ઘણા સમયથી ખજૂર ભાઈ પોતાના સેવાકીય કર્યોથી લોકોના જીવન બદલી રહ્યા છે અને લોકો તરફથી તેમને ઘણો પ્રેમ પણ મળી રહ્યો છે તેમણે સાચા અર્થમાં મનુસ્ય હોવાની આપણ ને સૌને શીખ આપી છે લોકો ને આર્થિક મદદ આપવાથી લઈને ભોજન આપવા અને ઘર બનાવવા જેવા અનેક સેવાકીય કર્યો ખજૂર ભાઈ કરી ચૂક્યા છે.
તેવામાં ફરી એક વખત આવોજ બનાવ સામે આવ્યો છે કે જ્યાં ખજૂર ભાઈ નું વિશાળ દિલની ઘટના સામે આવી છે મળતી માહિતી અનુસાર જ્યારે ખજૂર ભાઈ એક ગામમાં ગયા હતા ત્યારે તેમની ગાડી પાછળ એક બાળક સાઇકલ લાઈન પાછળ આવી રહ્યો હતો જે બાદ ખજૂર ભાઈ સમજી ગયા કે તે બાળક તેમને મળવા માંગે છે.
માટે ખજૂર ભાઈએ પોતાની ગાડી રોકાવી જે બાદ છોકરાને મળવા બોલાવ્યો બાળક ની ઇચ્છા ખજૂર ભાઈ ને મળવા ની હતી વાત કરતા સમયે જાણવા મળ્યું કે તે બાળક ના ઘરની સ્થિતિ ઘણી ખરાબ છે. અને ઘર ચલાવવા માટે તે બે નોકરી કરી ઘર ચલાવે છે. જે બાદ તરત જ ખજૂર ભાઈએ પોતાની પાસે રહેલા આઠ હજાર છોકરા ને આપ્યા જોકે શરૂઆત માં છોકરાએ ના પાડી પણ પછિ ખજૂર ભાઈ ના વધુ કહેવા પર પૈસા લીધા.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.