કિંજલ દવેના પરિવારમાં ખુશીઓ નો માહોલ! તેમણે ખરીદી આ લક્ઝ્યુરિયર્સ કાર ફોટાઓ જોઈને ફેન્સે કહ્યુકે..જુઓ ફોટાઓ
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતી સંગીત વર્ષોથી લોકોને ઘણું પસંદ આવી રહ્યું છે ફક્ત રાજ્યના કે દેશના જ નહિ પરંતુ આખા વિશ્વના લોકો ગુજરાતી સંગીતના તાલે ડોલી રહ્યા છે. વર્ષોથી ગુજરાતી સંગીત ની લોક ચાહના ઘણી છે પરંતુ વચમાં થોડા સમય માટે ગુજરાતી સંગીત ની ચમક ઓછી પડી હતી. પરંતુ હાલમાં ફરી વખત ગુજરાતી સંગીત સોળે કળાએ ખીલી ઉઠ્યું છે અને લોકોને પણ ઘણું પસંદ આવે છે. જો કે ગુજરાતી સંગીત ને લોક પ્રિય બનાવવા પાછળ ગુજરાતી સંગીતકારો નું ઘણું મોટું યોગદાન છે.
આપણે અહીં એવાજ એક ગુજરાતી સંગીતકાર અંગે વાત કરવાની છે કે જેમના અવાજ ના દીવાના આખા વિશ્વમાં છે. આપણે અહીં કિંજલ દવે વિશે વાત કરવાની છે. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ઘણી જ નાની ઉંમરમાં કિંજલ દવે ઘણી મોટી લોક ચાહના ધરાવે છે. આશરે ત્રણ વર્ષ પહેલા આવેલા તેમના ” ચાર ચાર બંગડી ” વાળા ગીત થી તેમને ઘણી મોટી લોક ચાહના મળી બસ પછી શું તેમણે એક પછી એક સફળતા ના શિખરોસર કર્યા.
પોતાના અવાજના જાદુથી આજે અનેક લોકોને ડોલાવે છે. જો કે હાલમાં કિંજલ દવે ના પરિવાર માં ખુશીઓ નો માહોલ છે. કારણકે મળતી માહિતી અનુસાર કિંજલ દવેએ નવી સફેદ રંગ ની મર્સીડીઝ ગાડી ખરીદી છે. જણાવી દઈએ કે આ ગાડીની કિંમત આશરે સવા કરોડ આસ પાસ છે. જો કે હાલમાં આ ગાડીને લઈને કિંજલ દવે કે તેમના પરિવાર તરફથી કોઈ સતાવાર જાહેરાત કરવામાં આવી નથી.
જણાવી દઈએ કે થોડા સમય પહેલા જ કિંજલ દવેએ સોશ્યલ મીડિયા પર mercedes GLS #added એમ એક પોસ્ટ સેર કરી હતી. ઉપરાંત હાલમાં સોશ્યલ મીડિયા પર કિંજલ દવે અને તેમના પરિવાર ના સફેદ મર્સીડીઝ પાસેના ફોટાઓ વાઇરલ થઇ રહ્યા છે. આ ફોટામાં કિંજલ દવે અને તેમના પિતા લલિત દવે અને તેમનો ભાઈ પણ જોવા મળે છે.
આ ઉપરાંત કિંજલ દવે દ્વારા સોશ્યલ મીડિયા સ્ટોરી પર નવી ગાડીનો વિડિઓ પણ શેર કરવામાં આવ્યો હતો. ઉપરત તેમના પિતા લલિત દવે આ મર્સીડીઝ ગાડી ચલાવતા હોઈ તેવો પણ વિડિઓ જોવા મળ્યો હતો. જે ના કારણે લોકોમાં એવી ચર્ચા છે આ ગાડી કિંજલ દવેએ ખરીદી લીધી છે. અને લોકો ફોટાઓ અને વિડિઓ જોયા બાદ કિંજલ દવે ને અભિનંદન પણ પાઠવી રહ્યા છે.
જો કે આ ગાડી કિંજલ દવે ની કોઈ પહેલી ગાડી નથી જણાવી દઈએ કે ઓક્ટોબર 2020 માં તેમણે 18 લાખ ની કિંમત ની કિયા કંપની સેલ્ટોસ ગાડી ખરીદી હતી અને પિતા ને ભાટે કરી હતી તે અગાઉ તેમની પાસે ઇનોવા ગાડી હતી. જણાવી દઈએ કે મર્સીડીઝ ખરીદનાર કિંજલ દવે પહેલી કલાકાર નથી આ અગાઉ થોડા સમય પહેલા જ ગુજરાતના લોકપ્રિય સિંગર જીગ્નેશ કવિ રાજે પણ મર્સીડીઝ ગાડી ખરીદી હતી.
જણાવી દઈએ કે કિંજલ દવે ની જેમ જીગ્નેશ કવિ રાજે પણ નવી ગાડીની ખુશી પરિવાર અને મિત્રો સાથે સેર કરી હતી અને તેમણે અનેક ફોટા પણ સોશ્યલ મીડિયા પર સેર કર્યા હતા. કે જેને લોકો તરફથી ઘણો પ્રેમ પણ મળિયો હતો. જણાવી દઈએ કે હાલમાં કિંજલ દવે ના ફોટાઓ પણ સોશ્યલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહ્યા છે અને લોકો તેને ઘણા પસંદ કર છે.
જો વાત કિંજલ દવે અંગે કરીએ તો જણાવી દઈએ કે તેમનો જન્મ 1999 માં બનાસકાંઠા માં થયો હતો અને હાલમાં તેઓ અમદાવાદ માં રહે છે. શરૂઆત નો સમય કિંજલ દવે માટે ઘણો સંઘર્ષ વાળો હતો તેમના પિતા હીરા ઘસવાનું કામ કરતા હતા અને તેમની ઘરની આર્થિક પરિસ્થિતિ પણ ઘણી નબળી હતી. પરંતુ અનેક દુઃખ અને તકલીફ નો સામનો કરીને આજે કિંજલ સફળતા ના શિખરો પર છે અને આખા વિશ્વમાં લોકો તેમને ઘણા પસંદ કરે છે.
જણાવી દઈએ કે કિંજલ દવેએ એપ્રિલ 2018 માં પવન જોશી સાથે સગાઇ કરી છે. જો વાત પવન જોશી અંગે કરીએ તો તેઓ એક બિઝનેઝ મેન છે. અને તેમનો બિઝનેસ બંગ્લોરમાં હોવાથી ત્યાં વર્ષો રહ્યા બાદ થોડા સમયથી તેઓ અમદાવાદ આવ્યા છે. જણાવી દઈએ કે અત્યાર સુધીમાં કિંજલ દવેએ લગભગ 100 થી વધુ ગીતોમાં પોતાનો અવાજ આપ્યો છે.