મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં સોશ્યલ મીડિયાનો જમાનો છે. અનેક લોકો સોશ્યલ મીડિયાના વિવિધ માધ્યમ નો ઉપયોગ કરે છે અને પોતાની કળા ને કારણે સોશ્યલ મીડિયા પર ઘણી મોટી લોક ચાહના પણ મેળવે છે પરંતુ ઘણી વખત આવા સોશ્યલ મીડિયા ને કારણે લોકોમાં ઝઘડો પણ થઇ જાય છે નાની વાતને લઈને શરુ થયેલો આ વિવાદ ઘણી વખત મોટું અને વિકરાળ સ્વરૂપ ધારણ કરી લે છે જેના માઠા પરિણામો અનેક લોકો ને સહન કરવા પડે છે. આપણે અહીં આવા જ એક બનાવ વિશે વાત કરવાની છે.
આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં સમય માં લોકો સોશ્યલ મીડિયાના વિવિધ માધ્યમ પર પોતાની આવડત અને કળા બતાવીને લોકોમાં નામના મેળવે છે. તેવી જ એક વ્યક્તિ કીર્તિ પટેલ છે કેજે સોશ્યલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને સોશ્યલ મીડિયા પર તેમની ઘણી મોટી લોક ચાહના પણ છે. તેવામાં જો કે હવે કીર્તિ પટેલ નું નામ ખરાબ કામો માં જોડાતું જતું હોઈ તેવું લાગે છે જણાવી દઈએ કે કીર્તિ પોતાના કાર્યોના કારણે અવાર નવાર ચર્ચામાં રહે છે.
હાલમાં જ સુરતમાં બનેલ ઘટનાને લઈને કીર્તિ પટેલે આપેલ નિવેદન ઘણું ચર્ચામાં હતું જે બાદ ફરી એક વખત પોતાની ગુંડાગીરી ને કારણે કીર્તિ ચર્ચામાં છે. જો વાત આ ઘટના અંગે કરીએ તો બનાવ અમદાવાદનો છે. જણાવી દઈએ કે અહીં એક કોમલ પટેલ નામની યુવતી પરિવાર સાથે રહે છે અને તે પણ સોશ્યલ મીડિયા નો ઉપયોગ કરે છે આશરે 6 મહિના પહેલા કોમલ પોતાના મિત્રો સાથે સોશ્યલ મીડિયા પર વાત કરી રહી હતી તેવામાં એકા એક કીર્તિ લાઈવ થઈને તેમની સાથે ગાળો બોલવા લાગી અને ખરાબ વર્તન કરવા લાગી.
ત્યારથી તેમના વચ્ચે ઝઘડો ચાલી રહ્યો છે જેને લઈને કોમલે અમદાવાદ સાઇબર ક્રાઇમ બ્રાન્ચ ને ફરિયાદ પણ કરી હતી. તેવામાં 21 ફેબ્રુઆરીના રોજ જયારે કોમલ પોતાના ઘરે જઈ રહી હતી ત્યારે તે સોશ્યલ મીડિયા પર લાઈવ પણ હતી તેવામાં કોઈએ જણાવ્યું કે તેની ગાડીના કાચ તૂટી ગયા છે ત્યારે કોમલ ગાડી જોવા ગઈ ત્યારે ખરેખર કાંચ તૂટેલા હતા અને આસપાસ કોઈ હતું પણ નહિ.
જે બાદ કોમલ એસ જી હાઇવે કર્ણાવતી ક્લબ પાસે આવેલ ચાની દુકાને ચા પીવા ગઈ ત્યારે તેને પોતાની ગાડીનો પાછળ નો કાચ તૂટ્યા નો અવાજ આવ્યો તેને જોયું તો કાચ તૂટેલો હતો અને પાછળ કીર્તિ પટેલ એક મહિલા અને એક પુરુષ સાથે લોખંડ ના સળિયા સાથે ઉભી હતી. જે બાદ કીર્તિએ કોમલ પટેલ ના માથા અને પગ પર લોખંડના સળીયાથી વાર કર્યા અને ગાળો પણ બોલતી હતી. જે બાદ ઝખમી હાલતમાં કોમલ પટેલ ને હોસ્પિટલ લઇ જવામાં આવી પરંતુ તબિયત સુધારતા આજે કીર્તિ પટેલ અને તે બે શખ્સ વિરિદ્ધ ગુનો નોંધાવવામાં આવ્યો હાલમાં પોલીસ દ્વારા સમગ્ર બનાવ ની તપાસ થઇ રહી છે.