લસણ ખાવાથી ફક્ત ફાયદા જ નહીં પરંતુ આપી શકે છે નુકશાન પણ ! શરીરને કરે છે આવા આવા નુકશાન…જાણો પુરી વાત
મિત્રો હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો વ્યસ્ત જીવનશૈલીને ધ્યાનમાં રાખીને વાત કરવામાં આવે તો લોકો પાસે કામ કરતા હોવાને લીધે તેઓ પોતાનું સ્વાસ્થ્ય પર ધ્યાન રાખવાનું ભૂલી જતા હોય છે, એવામાં આજના આ લેખના માધ્યમથી અમે એક એવો જ લેખ લઈને વાવ્યા છીએ જેમાં લસણના ફાયદા તથા ગેરફાયદા વિશે તમને આજે જણાવાના છીએ.
તમને જણાવી દઈએ કે કાચું લસણ ખાવાથી એન્ટીઓક્સીડેન્ટ,ફાયબર, વિટામિન જેવા અનેક ગુણો શરીરને મળી રહેતું હય છે, એટલું જ નહીં ડાયાબિટસ તથા કોલેસ્ટ્રોલ તથા હાય બીપી જેવી અનેક સમસ્યાનુંનિવારણ થતું હોય છે. એવામાં તમને જણાવી દઈએ કે લસણ ખાવું આ લોકો માટે હાનિકારક સાબિત થઇ શકે છે. તો ચાલો તમને આ પુરી વાત વિશે જણાવી દઈએ.
જો કોઈ વ્યક્તિ એસીડીટીથી પરેશાન હોય તો તેને લસણનું સેવન ન કરવું જોઈએ કારણ કે લસણ ખાવાથી છાતીમાં બળવાની સમસ્યા ઉદભવતી હોય છે અને એટલું જ નહીં આ લસણ એસીડીટીને વધારે ટ્રીગર પણ કરી નાખે છે.જણાવી દઈએ કે જો તમારું પેટ કમજોર હોય અથવા તો તમે મસાલેદાર ખોરાક તેમજ તીખું ખાવાથી જો તમારા શરીરમાં બળવા લાગે તો લસણ ખાવાનું તમારે ટાળવું જોઈએ.
જો તમારા મોઢામાંથી દુર્ગંધ અથવા તો પરસેવા માંથી દુર્ગંધ આવતી હોય તો લસણ ખાવાનું તમારે ટાળવું જોઈએ, કારણ કે આવી સમસ્યાથી પીડિત લોકો જો લસણ ખાશે તો તેના માટે સમસ્યામાં વધારો થઇ શકે છે, એટલું જ નહીં પરસેવા તથા દુર્ગંધની સમસ્યામાં પણ ઘણો વધારો થવા લાગે છે, જો કોઈ હાર્ટની પ્રોબ્લમ ધરાવતા લોકો લોહી પાતળું કરવા માટે અનેક દવા પિતા હોય છે, તેવા તમામ લોકો માટે પણ લસણનું સેવન કરવું ખતરાથી ખાલી નથી.