મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલનો આ સમય વિજ્ઞાન અને ટેક્નોલોજી નો છે. હાલમાં વિજ્ઞાન ઘણું વિકાસ કરી ચૂક્યું છે. જેના કારણે અનેક એવી શોધો થઇ છે કે જેના કારણે માનવી ને ઘણી મદદ મળી છે. હાલમાં માનવી પાસે પૃથ્વી ઉપરાંત બહારની બાબતો એટલે કે બ્રહ્માંડ ને લગતી પણ અમુક બાબતો અંગે નું જ્ઞાન છે. આ બધું ટેક્નોલોજી ના વિકાશ ને આભરી છે. મિત્રો હાલમાં વિજ્ઞાન દ્વારા ઘણા એવા સંશોધનો પણ કરવામાં આવ્યા છે કેજે મનાવી અને કુદરત માટે ઘણા જોખમી છે. જેવા કે પરમાણુ બોમ.
મિત્રો ઘણા એવા ફેરફારો કે જે માનવી દ્વારા વિકસાવવામાં આવ્યા છે. જેના કારણે આપણી પ્રકૃતિ ને ઘણું નુકશાન થાય છે. આજ બાબત છે કે માનવ જીવન અને આપણું આ ઘર એટલે કે પૃથ્વી પર ઘણો મોટો સંકટ આવી ગયો છે. મિત્રો આપણે હાલમાં જ્યાં એક બાજુ ચીન માંથી ફેલાયેલ કોરોના વાયરાશ સામે લડી રહ્યા છે. તેવામાં બીજી બાજુ ઓઝોન વાયુમાં થયેલ નુકશાન વાતાવરણ માં આવેલો ફેરફાર ભૂકંપ પૂર જેવી અનેક સમસ્યાઓ થી આજે વિશ્વના ઘણા દેશો લડી રહ્યા છે.
વાતાવરણ માં આવેલા આવા જોખમી ફેરફાર નું કારણ પણ માનવી જ છે. અને આવા અનેક કારણોસર હવે એવું માનવામાં આવી રહ્યું છે કે દુનિયા ખત્મ થઇ જશે જો કે આ બાબત કોઈ મજાક નથી પરતું આ બાબત ને લઈને વિશ્વના ઘણા મોટા વિજ્ઞાનીકો પણ ઘણા ચિંતિત છે. જણાવી દઈએ કે વિજ્ઞાનીકો ના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં આપણી પૃથ્વી પર લગભગ પંચ એવા મોટા પ્રલયો આવી ગયા છે. જેના કારણે તે સમયે પૃથ્વી પર હાજર જીવ સૃષ્ટિ નો સંપૂર્ણ નષ્ટ થયો છે. આ બાબત અંગે ડાયનોસોર ઉદાહરણ રૂપ છે. જે બાબત ને લઈને વિજ્ઞાનીકો નું કહેવું છે કે આજ વખતે આવનાર મહાપ્રલય માં મનુસ્ય જીવન પર સંકટ છે.
આ બાબત અંગે વધુ માહિતી આપતા તેઓ જણાવે છે કે હાલમાં આપણી પૃથ્વી પરથી અનેક એવા જીવ અને અનેક એવા પ્રાણીઓ તથા વનસ્પતિઓ છે કે જેનું નામો નિશાન હવે રહ્યું નથી. ઉપરાંત અનેક જીવ અને વનસ્પતિ હવે વિલુપ્ત થવાના આરે છે. માટે જ વિજ્ઞાનીકો નું માનવું છે કે આ બાબત પ્રલય તરફ ઈશારો કરે છે. જણાવી દઈએ કે વિશ્વના ધનાઢ્ય વ્યક્તિ અને ટેક્નોલોજીમાં પોતાનું આગવું સ્થાન ધરાવનાર ઈલોન મસ્ક પણ વિજ્ઞાનીકો ની આ વાત થી સહમત છે.
જણાવી દઈએ કે ઈલોન મસ્ક દ્વારા ઘણી વખત માનવ જીવન અને પૃથ્વીના અંત ને લઈને વાત કરવામાં આવી છે. જણાવી દઈએ કે તેમણે વર્ષ 2015 માં પોતાના એક ઇન્ટરવ્યૂ માં પણ આ બાબત અંગે માહિતી આપી હતી સાથો સાથ તેમણે એ પણ જણાવ્યું હતું કે જો માનવીએ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું હોઈ તો માનવીએ બીજા ગ્રહોમાં પણ માનવ જીવન વિકસાવવા અંગે ના પ્રયોસો કરવા જોઈએ.
આ બાબત ને લઈને તેમણે માહિતી આપતા કહ્યું હતું કે તેઓ મંગલ ગ્રહ પર માનવી નું જીવન વિકસાવવા અંગે પ્રયત્નો કરી રહ્યા છે. અને તેમની ઈચ્છા વર્ષ 2050 સસુધીમાં માનવીના અમુક સમૂહ ને મંગળ ગ્રહ પર વસાવવાની છે. જણાવી દઈએ કે મંગળ પર માનવ જીવન વિકસાવવું એટલું સહેલું નથી. મંગળ પર પૃથ્વી જેવું માનવીને અનુકૂળ વાતાવરણ નથી. જો વાત મંગળ ના તાપમાન અંગે કરીએ તો જણાવી દઈએ કે સામાન્ય સંજોગોમાં તેનું તાપમાન માઇનસ 48 ડિગ્રી આસપાસ રહે છે. આ ઉપરાંત મંગળ પર પૃથ્વી ની જેમ સૂર્ય ના પારજાંબલી કિરણો રોકવા માટે ઓઝોન જેવું આવરણ નથી.
આ બાબત ને લઈને ઈલોન મસ્ક નું કહેવું છે કે તેઓ મંગળ ગ્રહનું તાપમાન કુત્રિમ રીતે વધારશે. આ માટે તેઓ માંગો પર મોટા પ્રમાણમાં પરમાણુ વિસ્ફોટ કરશે અને તેના વાતાવરણ ને વધારશે. જો કે આ બાબત અંગે વિજ્ઞાનીકો સંશય માં છે. કારણકે આવું કરવા માટે આશરે 10 હાજર પરમાણુ બોંમ ની જરૂર રહેશે ઉપરાંત આ બોમને મંગળ સુધી પહોંચાડવા માટે ખાસ મિસાઈલ પણ જોઈએ ઉપરાંત મંગળ ની સપાટી પર બોમ ના વિસ્ફોટ પછી ત્યાં ઉત્પન્ન થતા કિરણો પણ મોટી સમસ્યા છે.