અનોખી અંતિમયાત્રા ! વાજતે ગાજતે લતામંગેશકર ના ગીતો સાથે નીકળી યાત્રા હજારો લોકો ઉમટ્યા અર્થી પણ ફૂલને બદલે..
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે મનુસ્ય શરીર નશ્વર છે. અને કહેવાય છે કે નામ તેનો નાશ. તેવામાં આપણે સૌ જાણીએ છીએ કે જેનો જન્ય થયો છે તેમનું મૃત્યુ પણ નિશ્ચિત છે. જોકે આપણે સૌ જાણીએ છીએ કે સ્વજનોના મૃત્યુનું દુઃખ ઘણું હોઈ છે. પરિવાર ના કોઈ સભ્ય પરિવાર છોડીને જાય ત્યારે દુઃખ થાય તે વાત સ્વાભાવિક પણ છે. પરંતુ ઘણા એવા પણ લોકો હોઈ છે. કે જેઓ પોતાના સ્વજનોને અનોખી અંતિમ વિદાઈ આપતા હોઈ છે. કે જે લોકો અને સમાજ માટે પણ પ્રેરણા સ્વરૂપ બની જાય છે.
આપણે સૌ જાણીએ છીએ કે જન્મ બાદ મરણ અનિવાર્ય છે. માટે સ્વજનોના મૃત્યુ બાદ વિલાપ કરવાને બદલે તેમની આત્માને શાંતિ મળે તેવા પ્રયત્ન કરવા જોઈએ. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે માનવી ઘણો લાગણીશીલ છે, અને તે અનેક વસ્તુ અને વ્યક્તિ સાથે લાગણી ધરાવે છે. ઘણી વખત આવી લાગણી એક તરફી પણ હોઈ છે. તેમાં પણ જો વાત કોઈ મોટા કલાકાર અંગે કરીએ તો આપણે સૌ જાણીએ છીએ કે લોકો તેમની કલા ને કારણે લોકો તે કલાકાર ના ફેન બનતા હોઈ છે.
તેવામાં ઘણી વખત વ્યક્તિની આવા કલાકારો પ્રત્યે લાગણી ઘણી વધી પણ જાય છે. આવા જ એક કલાકાર સારસ્વતી પુત્રી લતાજી હતા. આપણે સૌ જાણીએ છીએ કે તેમણે પોતાના અવાજના કારણે લખો અને કરોડો લોકોને ફેન કર્યા છે, જો કે હાલમાં જ તેમના નિધન ની ખબર મળતા આખા દેશમાં શોક નો માહોલ છે, આપણે આ સંબંધ ને લઈને જ એક બનાવ સામે આવ્યો છે.
જણાવી દઈએ કે આ બનાવ રાજસ્થાન ના અલવર ના માલખેડા વિસ્તારના પૃથ્વી પૂર ગામનો છે. જણાવી દઈએ કે અહીં એક 105 વર્ષની વૃદ્ધ મહિલાની વાજતે ગાજતે ઘણી અનોખી અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. જો વાત આ માજી અંગે કરીએ તો તેમનું નામ રૂપા દેવી હતું, તેમની અંતિમ યાત્રા ઘણી જ અલગ પ્રકારે કાઢવામાં આવી જેમાં અર્થી ને ફૂલોને બદલે ફુગ્ગાથી તથા અંતિમ યાત્રામાં બેન્ડ બાજા પણ બોલાવવામાં આવ્યા હતા અને બોલીવુડના તથા ખાસ તો લતાજીના ગીતો વગાડવામાં આવ્યા હતા.
પરિવાર પાસેથી મળતી માહિતી અનુસાર રૂપા દેવી લતાજી ના ઘણા મોટા ફેન હતા અને તેઓ તેમના ગીતો સાંભળતા તેવામાં લતાજીના નિધનની માહિતી મળતા તેઓ થોડા દિવસથી ઘણા વ્યાકુળ રહેતા હતા. નિધન બાદ પરિવારે ગામના લોકો સાથે મંત્રના કરીને રૂપા દેવીની અંતિમ યાત્રામાં લતાજીના ગીતો વગાડવાનું નક્કી કર્યું.
જો વાત રૂપા દેવી અંગે કરીએ તો જણાવી દઈએ કે ઉંમરના 105 વર્ષે પણ તેમનો જોશ અને ઉતસાહ યુવાનને માત આપે તેવો હતો, તેઓ ઉંમરના આ પડાવે પણ પોતાના કામો જાતે કરતા હતા.તેવામાં રૂપા દેવી ના જવાથી પરિવાર અને આસ પાસ ના લોકોમાં શોક નો માહોલ છે. તેમની અંતિમ યાત્રામાં મહિલાઓ સહિત આખા ગામના લોકો જોડાયા હતા.
જો કે જણાવી દઈએ કે રૂપા દેવી તેમના જીવનમાં તેમની સાત પેઢીઓ જોઈ છે રૂપા દેવી નો પરિવાર ઘણો મોટો છે અને તેમાં આશરે 150 લોકો છે કે જેમાં તેમના 4 પુત્રો અને 17 પૌત્રો ઉપરાંત 34 પર પૌત્ર, 6 સડ પૌત્ર હતા. જેમાં મહિલાઓ અને 3 પુત્રીના પરિવાર ની ગણતરી થઇ નથી. જો કે તેમના પરિવાર માંથી 15 લોકો સરકારી નોકરિયાત છે જેમાંથી 11 લોકો પોલિશ માં છે.