Gujarat

મોડી રાત્રે રાજકોટ જિલ્લા ના વાતાવરણ પલટો આવતા અડધા કલાક મા 1-ઇંચ વરસાદ ખાબકતા શહેર થયું પાણી-પાણી.. જુઓ ફોટા.

Spread the love

હાલ ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામી રહ્યો છે. ગુજરાતના હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ થોડા સમય પહેલા જ ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી કરી હતી. આ સાથે જ ગુજરાતમાં ફરી વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે. ગુજરાત રાજ્યના રંગીલા રાજકોટમાં ગઈ રાત્રે ધોધમાર વરસાદ પડતાં રાજકોટ જિલ્લામાં અને શહેરમાં અને ગામડામાં ખૂબ જ પાણીનો ભરાવો થઈ ગયો હતો.

આ સાથે કડાકા ભડાકા સાથે વરસાદની સાથે જ લોકોને ઠંડકનો અનુભવ થયો હતો. ગઈકાલે રાત્રે 9:00 વાગ્યાની આજુબાજુ અચાનક રાજકોટ જિલ્લાના વાતાવરણમાં પલટો આવતા આખુ શહેર પાણી પાણી થઈ ગયું હતું. જેમાં મોરબી રોડ, જામનગર રોડ અને યાજ્ઞિક કરોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જેના કારણે રસ્તાઓ જળબંબાકાર થઈ ગયા હતા. રાજકોટ શહેરની વાત કરવામાં આવે તો શહેરમાં અડધા કલાકમાં એક ઇંચ વરસાદ વરસી ગયો. તેમજ રાજકોટના ગ્રામ્ય ની વાત કરવામાં આવે તો ત્યાં અડધાથી એક ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો.

સાથે સાથે રાજકોટ શહેરના કાલાવડ રોડ, માવડી, ગાંધીગ્રામ, માધાપર, ચોકડી શાસ્ત્રી મેદાન, ઢેબર રોડ સહિતના અનેક વિસ્તારોમાં ખૂબ જ વરસાદ વરસવાની સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. આ સાથે જ વાહનચાલકોને અવરજવરમાં ખૂબ જ મુશ્કેલી પડી હતી. જો રાજકોટ ગ્રામ્ય ની વાત કરવામાં આવે તો આટકોટ, જસદણના કમળાપુ,ર જીવાપર પાંચવડા સહિતના અનેક ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસતા ની સાથે જ ખેડૂતોમાં ઉત્સાહનું મોજુ ફરી રહ્યું હતું.

અને ખેડૂતો કપાસ, મગફળી જેવા અનેક પાકનો ખેતી કરી શકે તેવા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. આમ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી તીવ્ર બફારાનું પ્રમાણ જોવા મળે છે. એમાં હવે છૂટો છવાયો વરસાદ પડતા ની સાથે જ ગુજરાતવાસીઓમાં ખુશીની લહેર છવાઈ ગયેલી છે. અને લોકોને બફારાથી રાહત મળી રહેલી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *