Categories
India

રેખા મીના લેડી ડોન કે જેનાથી મોટા મોટા ગુંડાઓ પણ ડરે છે પરંતુ શા માટે આ 19 વર્ષની કિશોરી બની ડોન જાણો પાછળની વાત…

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં તાકાતવર અને પૈસા વાળા લોકો નો સમય હોઈ તેવું લાગે છે. આપણે આ બાબત અંગે ના ઘણા ઉદાહરણ પણ આપણા સમાજમાં જોતા હોઈએ છીએ કે જ્યાં તાકતવર લોકો પોતાનાથી કમજોર લોકો ને ડરાવે ધમકાવે છે. અને તેમની પાસેથી નાણાં વસુલાત કરે છે. ઉપરાંત અન્ય ત્રાસ પણ આપે છે. આપણે આવા લોકો ને ગુંડા કે ડોન કહીએ છીએ કે જેઓ પોતાના સ્વાર્થ માટે અન્યને હેરાન કરે છે. જો કે આવા ગુંડાઓને પોલીસ દ્વારા ઘણી આકરી સજા આપવામાં આવે છે. છતાં પણ આજે પણ એવા ઘણા ગુંડાઓ છે કે જેઓ આઝાદ છે.

મિત્રો આપણે અહીં એક એવી જ લેડી ડોન વિશે વાત કરવાની છે કે જેની ઉમર છેતો ભણવાની પણ આટલી નાની ઉંમરમાં પણ ઘણા મોટા ગુંડાઓ તેનાથી ડરે છે. અને કઈ રીતે તે આવા અમાનવીય પ્રવૃત્તિમાં જોડણી તે તમામ બાબત અંગે આપણે અહીં માહિતી મેળવવાની છે. મિત્રો આપણે અહીં લેડી ડોન રેખા મીના વિશે વાત કરવાની છે જણાવી દઈએ કે તેની ઉંમર માત્ર 19 વર્ષની જ છે. આ ભણવા ગણવાની ઉંમરમાં તે કોઈ રીતે લેડી ડોન બની તે બાબત પણ આપણે જાણીશું.

જો કે જણાવી દઈએ કે હાલમાં રેખા મીના ને પોલીસ દ્વારા પકડી પાડવામાં આવી છે. પરંતુ તેંનું આવું અમાનવીય અને ગેરકાયદેસર કામ શરુ ક્યાંથી અને કેવી રીતે થયું તે બાબત પણ જાણવા જેવી છે. જણાવી દઈએ કે રેખા મીના નો જન્મ રાજસ્થાન ના કરોલી જિલ્લાના ટોડાભીમ ગામમાં થયો હતો. જણાવી દઈએ કે તેનો પરિવાર ખેતી ના કામ સાથે સંકળાયેલ છે, તેના પિતાનું નામ કમલ મીના છે. જો કે શરૂઆત માં બધું સારું હતું અને રેખા એ પોતાની પ્રારંભિક ભણતર પણ પિતાના ગામમાં જ કર્યું હતું.

પરંતુ પછી તેને વધુ ભણતર માટે બહાર મોકલવામાં આવી કે જ્યાંથી તે આવા અમાનવીય કામો સાથે જોડણી જણાવી દઈએ કે તેને વધુ ભણતર માટે જયપુર માં આવેલ જગતપુર મોકલવામાં આવી. પરંતુ કહેવાય છે ને કે સંગ એવો રંગ જો તમે સારા માણશો સાથે રહો તો તમે સારા બની જાવ છો અને ખરાબ માણસો સાથે રહો તો તેના જાવ છો. રેખા સાથે પણ આવુજ થયું અહીં તેની મિત્રતા અનુરાજ મીના સાથે થઇ. જણાવી દઈએ કે આ અનુરાજ ની મિત્રતા બિજલપુર ભડક્યા ના રહેવાસી પપ્પુ મીણા સાથે થઇ.

એક સમયે અનુરાજે રેખા અને પપ્પુ ની મુલાકાત કરાવી જે બાદ બંને માં ગાઢ સંબંધો બનતા ગયા અને તેઓ અવાર નવાર મળતા રહ્યા જો કે તેવામાં એક સમયે પપ્પુએ રેખા ને ફેસબુક પર એક પોસ્ટ મોકલી જેના કારણે રેખા અને અનુરાજ ઘણા ગુસ્સે થયા અને જે બાદ એક સમય ના મિત્રો અનુરાજ અને પપ્પુ વચ્ચે દુશમનાવટ શરૂ થઇ ગઈ અને બંનેએ પોતાની ગૅંગ બનાવી.

જે બાદ રેખા અનુરાજ સાથે મળીને ફેસબુક પોસ્ટ અને લાઈવ દ્વારા પપ્પુ ને ઘણું ખરાબ કહ્યું અને તેને ઘણી ગાળો પણ આપી બીજી બાજુ પપ્પુ પણ રેખા અને અનુરાજ ને ધમકીઓ આપતો હતો. જણાવી દઈએ કે પપ્પુ ની મિત્રતા લાલા કોડિયાં સાથે પણ હતી. માટે પોતાના મિત્ર પપ્પુ માટે કરેલ ખરાબ પોસ્ટના કમેન્ટ માં તેણે જણાવ્યું કે મારા મિત્ર પપ્પુ વિરૂદ્ધ બોલવા બાદલ મેં અને મારા મિત્રોએ જ અનુરાજ ના ઘર પર ગોળીઓ ચલાવી હતી.

જોત જોતા માં વાત ઘણી આગળ વધી ગઈ જેના કારણે રેખા એ પપ્પુ ને મારી નાખવાની ધમકી આપી અને અનુરાજને પપ્પુને મારવા માટે ઉકસાવ્યો જે બાદ અનુરાજ પોતાના મિત્રો સાથે પપ્પુ ના ઘરે ગયો અને તેને ગોળી મારી આ તમામ બાબત અંગે માહિતી મળતા પોલીસ ટિમ હરકત માં આવી અને હાલમાં તેમણે રેખા ને પકડી પડી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *